
શ્રીલંકા પ્રવાસ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યા હવે T20 ટીમનો વાઇસ કેપ્ટન પણ નથી. તેમના સ્થાને શુભમન ગિલને આ જવાબદારી સોંપવામાં આવી છે. શુભમન ગિલને ODI ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. વનડે સીરીઝની વાત કરીએ તો રોહિત શર્મા કમાન સંભાળશે. વિરાટ કોહલી પણ વનડે શ્રેણીમાં જોવા મળશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ શ્રેણી હશે.
ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ટીમ ઈન્ડીયાનુ આગામી મિશન શ્રીલંકા છે. ઈન્ડીયા હવે બે સીરિઝ રમવા શ્રીલંકા જવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી-20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે, જ્યાં પ્રથમ 3 મેચની T20 શ્રેણી રમાશે. બીજી T20 28મી જુલાઈએ અને ત્રીજી 30મી જુલાઈએ રમાશે. આ પછી, 3 મેચની વનડે શ્રેણી પણ રમાશે, જે 2 ઓગસ્ટથી શરૂ થશે. શ્રેણીની આગામી મેચો 4 અને 7 ઓગસ્ટે રમાશે. સમગ્ર પ્રવાસ માત્ર 2 સ્થળો પર યોજાશે. ટી-20 શ્રેણીની મેચો પલ્લેકલેમાં રમાશે જ્યારે વનડે શ્રેણી કોલંબોમાં રમાશે.
• 27 જુલાઈ – 1લી T20, પલ્લેકલે
• 28 જુલાઈ – બીજી T20, પલ્લેકલે
• 30 જુલાઈ – 3જી T20, પલ્લેકલે
• 2 ઓગસ્ટ – 1લી ODI, કોલંબો
• 4 ઓગસ્ટ – 2જી ODI, કોલંબો
• 7 ઓગસ્ટ – ત્રીજી ODI, કોલંબો
• સૂર્યકુમાર યાદવ T20 ટીમનો કેપ્ટન બન્યો, હાર્દિક પંડ્યા હવે વાઈસ કેપ્ટન પણ નથી.
• શુભમન ગિલને ODI અને T20 ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
• રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમશે.
• રિષભ પંતની ODI ટીમમાં વાપસી, બંને ફોર્મેટમાં તેની પસંદગી કરવામાં આવી હતી.
• રિયાન પરાગને T20 અને ODI બંને શ્રેણીમાં તક મળી.
• શ્રેયસ અય્યર ODI ટીમમાં પરત ફર્યો.
• શિવમ દુબે, અર્શદીપ સિંહને T20 અને ODI ટીમમાં તક મળી છે.
• હર્ષિત રાણાને પ્રથમ વખત ODI ફોર્મેટમાં તક મળી છે.
• વોશિંગ્ટન સુંદર, ખલીલ અહેમદને ODI અને T20 બંને ટીમોમાં પસંદ કરવામાં આવ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India's Squad has been announced for T20I as well as ODI series for Sri Lanka - SuryaKumar Yadav is the New T20I Captain and Rohit Sharma to lead in ODIs - ભારતની T20 ટીમ - ભારતની ODI ટીમ - શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવ બન્યો T20 કેપ્ટન, હાર્દિકનું પત્તું કપાયું, ગીલ વાઈસ કેપ્ટન