
અમદાવાદ :શહેરના એસ.જી હાઈવે પર બે દિવસ અગાઉ એક યુવતીની કાર અને વકીલની કાર વચ્ચે ટક્કર થયા બાદ બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલી યુવતીએ X હેન્ડલ પર વીડિયો મૂકીને પોતાને થયેલા પોલીસના કડવા અનુભવ વિશે વ્યથા ઠાલવી હતી. હેર પોલીસ પર ગંભીર આરોપ લગાવનાર આયેશા ગલેરિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આયેશા ગલેરીયાએ પોલિસ પર આક્ષેપ અને કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અને અન્ય ઉચ્ચ અધિકરીઓને માંડ કરવા માટે અપીલ કરી હતી. તો બીજી તરફ પોલીસની પણ આ મામલે સ્પષ્ટતા આપી હતી અને આરોપોને નકરી દીધા હતા. ત્યારે આ કેસ મામલે હવે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે, અગાઉ પણ આ યુવતી સામે કેસ થયા હોવાની વિગતો સામે આવી રહી છે. આખરે હકીકત શું છે તેની તપાસ બાદ જ ખબર પડશે. હાલ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACPને સોંપાઈ છે
આ અંગે આયેશા ગલેરિયા નામની યુવતીએ પોતાના X હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરીને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે,"બે દિવસ અગાઉ રાતે 8 વાગ્યાની આસપાસા YMCA ક્લબ નજીક એક ભાઈ મારી કારને ઠોકર મારીને આગળ નીકળી ગયા હતા. જેથી મેં તેમને આંતરીને ઠોકર મારવા બાબતે પૂછતાં અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી મેં મારા ભાઈને અને 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવ્યા હતા. જે બાદ હું મારી ગાડીમાં લોક મારીને અંદર બેસીને પોલીસ અને મારા ભાઈને રાહ જોતી હતી. - આ સમયે પણ બીજી ગાડીવાળા ભાઈ મારી કારને નોક કરીને બહાર નીકળ…નીચે ઉતર.. કહીને મને ગાળો ભાંડતા હતા. જે બાદ પોલીસ આવી પહોંચતા મેં તેઓને રજૂઆત કરી કે, આ ભાઈએ મને લાફો માર્યો અને ગાળો ભાંડી છે, પરંતુ તેઓ મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહતા. - આખરે હું સરખેજ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. જ્યાં પોલીસે મને 4 કલાક સુધી રાહ જોવડાવી હતી. જ્યારે બીજી ગાડીવાળા ભાઈને AC રૂમમાં બેસાડીને પોલીસ તેઓની સરભરા કરતી હતી. હું ન્યાય માટે વિનંતી કરતી રહી, પરંતુ પોલીસે પેલા બીજી કારવાળા ભાઈની FIR નોંધી તેઓને જવા દીધા. - આ સમયે પોલીસ અધિકારીએ મને જવાબ આપ્યો કે, જો સેફ ના હોય તો અડધી રાતે બહાર ના નીકળશો. આમ આ બાબતે મને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો છે. મારી પોલીસ કમિશનરને વિનંતી છે કે, તેઓ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરાવીને મને ન્યાય આપે."
આ બાબતે અમદાવાદ પોલીસ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પોલીસના સત્તાવાર X હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, આયેશા ગલેરિયા દ્વારા વીડિયો વાયરલ કરીને અમદાવાદ પોલીસ પર પક્ષપાતભર્યું વર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, ગત 14 જુલાઈના રોજ રાતે સવા 8 વાગ્યાની આસપાસ એસ.જી.હાઈવે પર આયેશા ગલેરિયાએ પોતાની કુશાક સ્કોડા ગાડી પુરઝડપે, બેદરકારી રીતે ચલાવી મારુતિ બેલેનોમાં પરિવાર સાથે જઈ રહેલા સિદ્ધરાજસિંહની કારને અથડાવીને નુક્સાન પહોચાડ્યું હતુ. આ માબલે સિધ્ધરાજસિંહ મકવાણા દ્વારા આયેશા ગલેરિયા વિરુધ્ધ એસ.જી. હાઈવે-2 ટ્રાફિક પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવ્યો હતો.
જ્યારે આયેશા ગુલેરિયા દ્વારા અકસ્માત કર્યા બાદ બનાવ સ્થળેથી આગળ જઈ પોતાની ગાડી ઊભી રાખી તેના ભાઈ ફૈસલ ગલેરિયાને બોલાવી ફરિયાદી સિધ્ધરાજસિંહ મકવાણા સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી, બોલાચાલી કરી હતી. તેમજ તેના ભાઈ ફૈસલે સિધ્ધરાજસિંહ મકવાણાને થપ્પડ મારી હતી. આથી પોલીસ દ્વારા બન્ને પક્ષોને સરખેજ પો.સ્ટે. લઈ જઈ બન્નેની રજૂઆતો ધ્યાને લઈ ક્રોસ ફરિયાદ લેવાનું ચાલુ કરતાં આયેશાબેન તેઓના વકીલને બોલાવી તેમની સલાહ મુજબ સામેના પક્ષના સિધ્ધરાજસિંહ મકવાણા વિરુધ્ધ દાખલ કરવાની ફરિયાદમાં સહી કરી ન હતી. તેમજ પોલીસ દ્વારા તેમને ફરિયાદ વાંચી સહિ કરવાનું જણાવતા નારાજ થઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
જે બાદ તા.16 જુલાઈના રોજ ફરીથી પોલીસ દ્વારા તેમને ટેલિફોનથી સંપર્ક કરતા તેમણે યોગ્ય પ્રતિભાવ આપ્યો નહતો. આમ આયેશા ગલેરિયા દ્વારા વાયરલ કરાયેલ વીડિયો બાબતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજબી કાર્યવાહી કરવામાં આવી છે. તેમની અને તેમણે જેમની સાથે અકસ્માત કરેલ તે સિધ્ધરાજસિંહ મકવાણા એમ બન્નેની રજુઆતો ધ્યાને લઈ પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર દ્વારા ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACPને યોગ્ય ન્યાયિક રીતે તપાસ થાય તે માટે સૂચના આપવામાં આવેલ છે.
આટલું જ નહીં, આયેશા ગલેરિયા અને તેના ભાઈ ફૈસલ વિરુદ્ધ એક મહિલાની ફરિયાદને આધારે અગાઉ બેફામ રીતે ગાડી ચલાવી, ગાળાગાળી કરી ધમકી આપી, મારામારી કરવા અંગેનો ગુનો આનંદનગર પો.સ્ટે. ખાતે દાખલ કરી તેઓ બન્નેને અટક કરી તેઓ વિરુદ્ધ શહેર પોલીસ દ્વારા ચાર્જશીટ પણ કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ahmedabad news , Ahmedabad police , ahmedabad police commissioner , Gujarat News , Social Viral , આયેશા ગલેરિયા કેસ - gujarat-ahmedabad-ayesha-galeriya-viral-video-on-twitter-ahmedabad-police-took-action-acp-investigation
,Home Minister Harsh Sanghvi sir and Ahmedabad police commissioner sir give me justice@gopimaniar@Jamawat3@Zee24Kalak@News18Guj@abpasmitatv@GujaratFirst@devanshijoshi71@aajtak@GujaratTak @VtvGujarati @nirnaykapoor pic.twitter.com/fvvmIqKnTz
— ayesha galeriya (@galeriya_ayesha) July 16, 2024
અમદાવાદના રહીશ આયેશા ગલેરીયા દ્વારા તેમનીસાથે થયેલ અકસ્માત સંદર્ભે અમદાવાદશહેર પોલીસે તેની ફરીયાદન લઇ તેને અન્યાય કરેલા બાબતનો એકવીડીયો વાયરલકરેલ. જેની તપાસ કરાવતાં તેમણે શહેર પોલીસ વિરૂધ્ધ કરેલ રજૂઆતો સંદર્ભે શહેર પોલીસ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે.જે નીચે મુજબ છે pic.twitter.com/Xif9qpAQe1
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 17, 2024