
Gujarat Weather Update : રાજ્યમાં ચોમાસાની સિઝનના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત માં હજુ પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા સતત વેધર પર વોચ રાખી જરૂરી પગલા લેવા અને સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી અધિકારીએ કહ્યું કે, આગામી તા.17 થી તા. 22 જુલાઈ, 2024 સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે.
એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાકક્ષાએ તહેનાત કરી જિલ્લા વહીવટીતંત્રના આદેશ મુજબ રાહત તથા બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા અનુસાર,
⇒ ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 31.93 ટકા નોંધાયો છે,
⇒ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ
⇒ કચ્છ ઝોનમાં 39.10 ટકા ટકા વરસાદ
⇒ દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65 ટકા વરસાદ
⇒ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 ટકા વરસાદ
⇒ ઉત્તર ગુજરાત ઝોનમાં 21.52 ટકા વરસાદ વરસ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel, Gujju news channel live today, Gujju news channel number, Gujju news channel online, Gujju news channel live streaming, Gujju news channel contact number, Gujarat rain forecast, gujarat weather expert ambalal patel Forecast, Gujarat Weather Update, gujju news channel, monsoon in gujarat ambalal patel predicts Agahi News relief for farmers, Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ચોમાસુ, ખેડૂતો માટેના સમાચાર, Gujarat rain forecast, gujarat weather expert ambalal patel rain prediction rain forecast , અંબાલાલ પટેલની આગાહી , ગુજરાતમાં વરસાદની આગાહી , Gujarat rain forecast , અંબાલાલ પટેલની આગાહી , gujarat weather update , IMD Forecast Cyclone , આજની આગાહી , વરસાદની આગાહી લાઈવ , આજની વરસાદની આગાહી , વરસાદની આગાહી તારીખ , વરસાદની આગાહી અંબાલાલ પટેલ , આજની આગાહી 2024 , હવામાન આગાહી , વરસાદની આગાહી ગુજરાતમાં , Ambalal Patel Prediction Rain Forcasting , અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024