
ગુજરાત રાજ્ય સરકારે ગત મહિને GMERS(ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજની ફીમાં Medical College Fee વધારો કર્યો હતો. જો કે આ ફી વધારાનો રાજ્યભરમાં વિરોધ થતા રાજ્ય સરકારે ફી વધારો કર્યાના 16 દિવસ બાદ યુ-ટર્ન માર્યો છે અને ફીમાં ઘટાડો કર્યો છે. સરકારે ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખ ફી ઘટાડી છે. ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે. જો કે આ ઘટાડો જાહેર કરવા છતાં પાછલા બારણેથી તો ગવર્નમેન્ટ ક્વોટાની ફીમાં 35000નો અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં 2.25 લાખનો વધારો કર્યો છે. હવે ગવર્નમેન્ટ ક્વોટામં એડમિશન માટે 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટા માટે 12 લાખ ફી ભરવાની રહેશે.
આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગઈકાલે GMERS ફી બાબતે ચર્ચા થઈ અને કેબિનેટ બેઠકમાં ચર્યા થયા બાદ હવે ફીમાં ઘટાડો કર્યો છે. મેડિકલ કોલેજની ફી 5.50 લાખથી ઘટાડીને 3.75 લાખ કરી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.75 લાખમાંથી 12 લાખ કરી છે એટલે કે 2.25 લાખનો વધારો કર્યો છે.2009માં જીએમઈઆરએસની રચના થયા બાદ તબક્કાવાર 13 કોલેજ શરૂ કરી છે. 8 કોલેજ રાજ્ય સરકારના ખર્ચથી ચાલે છે. સમગ્ર દેશમાં વધુમાં વધુ મેડિકલ કોલેજ બને એ માટે રાજ્ય સરકારને સત્તા આપવાનો નિર્ણય કર્યો તેમાં 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે. જ્યારે આગામી વિધાનસભા સત્ર ઓગસ્ટ મહિનાની 21 થી 23 તારીખ સુધી યોજાઈ શકે છે.
સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો
રાજ્ય સરકારે 30 જૂન, 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. તેમજ એનઆરઆઈ ક્વોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.
મેડિકલના મોટાભાગના વિદ્યાર્થી ઓછી ફીના લીધે જ વિદેશ ભણવા જાય છે. કારણ કે અહીંની ફી પોસાય તેમ નથી. બીજું કે હવે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એકદમ સરળ બની છે વિદ્યાર્થી 24થી 48 કલાક દરમિયાન વિશ્વના ગમે તે દેશમાં જઈ શકે છે. આપણે ત્યાં મેડિકલમાં ત્રણ પ્રકારે કોલેજ છે જેમાં પ્રથમ સરકારી જેમાં ફી એકદમ ઓછી હોય છે, બીજી સેમિ ગવર્નમેન્ટ જેમાં ફી ખાનગી કોલેજ કરતાં ઓછી હોય છે અને ત્રીજી ખાનગી મેડિકલ કોલેજ જેમાં ફીનું ધોરણ ખૂબ ઊંચું હોય છે. ગુજરાતમાં આશરે 80 લાખમાં MBBS થાય છે જ્યારે વિદેશમાં 25થી 30 લાખમાં હોસ્ટેલ ફી સહિત બધા ખર્ચા સાથે થઇ જાય છે.
રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારાનો NSUI અને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા 12 જુલાઈ ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા પણ લાગ્યા હતા. NSUIના વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.
આ પહેલા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મુખ્યમંત્રીને જાણ કર્યા વગર જ 13 GMERS મેડિકલ કોલેજોમાં કમરતોડ ફી વધારો કરી દીધો હતો. જેને લઈ રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો. આ દરમિયાન આરોગ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને સોમવારે ગાંધીનગરમાં ફી વધારા મુદ્દે બેઠક મળી હતી. બેઠકમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, એનએમઓ (નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન), સ્ટૂડન્ટ્સ યુનિયનના પ્રતિનિધિઓ ભેગા થયા હતા. જેમાં ફી વધારાના મુદ્દાની સાથેસાથે GMERS મેડિકલ કોલેજની કોન્ટ્રાક્ચુઅલ પદ્ધતિ સામે પ્રશ્નો ઊભા થયા હતા.
પાંચ ડૉક્ટર ધારાસભ્ય અને એનએમઓના પ્રતિનિધી ભાજપના સંગઠન મંત્રી રત્નાકરને મળવા પહોંચ્યા હતા અને સરકાર તેમજ આરોગ્ય મંત્રીના અણઘડ વહિવટની ફરિયાદ કરી હતી. રત્નાકરને રજૂઆત કરી કે આરોગ્ય મંત્રીને કેપેસિટી બહાર ખાતા આપી દીધા છે. સરકારે ભણેલા-ગણેલા ડૉક્ટર ધારાસભ્યોને કામ સોંપવું જોઈએ. GMERS કોલેજોમાં સ્ટાફની ભરતી થતી નથી. જે સ્ટાફ છે તેમની વારેવારે ટ્રાન્સફર થઈ જાય છે. ટ્રાન્સફર થયેલા કર્મચારીઓને પરત આવવામાં ઘણી મુશ્કેલી પડે છે. એક વ્યક્તિ પર 60 યુનિવર્સિટીનું ભારણ છે તેને હળવું કરવું જોઈએ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , gmers reduced medical college fee in govt and management quota - સરકારનો વિરોધ થતા મેડિકલ ફી ઘટી : GMERS કોલેજના ગવર્નમેન્ટ ક્વોટાની 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ફી 12 લાખ કરાઈ