
Dang Rain : ડાંગ એટલે ધરતી પરનું સ્વર્ગ, ડાંગ એટલે કુદરતની નજીક હોવાનો અહેસાસ કરાવતી જગ્યા. તેમાં પણ વરસાદ પડે એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે. ત્યારે મેઘરાજા મહેરબાન થતા જ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ વચ્ચે સર્પગંગા તળાવ વાદળોથી ઘેરાયું છે. તેમજ ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓએ મોર્નિંગ વોકનો આનંદ માણ્યો છે. ગુજરાતભરના મોટાભાગના લોકો ચોમાસાની ઋતુમાં સાપુતરા ફરવા જતા હોય છે. સાપુતારામાં લોકો પ્રકૃતિની આનંદ માણતા જોવા મળે છે, સાથે જ ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ Gira Waterfall Active પણ સક્રીય થયો છે.
આવા કુદરતી માહોલમાં રહેવુ કોને ન ગમે, ત્યારે સાપુતારામાં પણ ચોમાસુ જામતા પ્રવાસીઓએ આ તરફ દોટ મૂકી છે. કુદરતનો આ નજારો માણવા માટે સાપુતારા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સતત વરસાદને પગલે નાના-નાના ધોધ પણ સક્રિય થતા અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય થયો છે. જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે. ધોધ સક્રિય થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ આ દૃશ્યો નીહાળવા માટે પહોંચ્યા હતા. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટના વિશાળ પટમાં, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.
સાપુતારા ખાતે વરસાદી માહોલ જોવા મળતા કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે. ચોમેર લીલોતરી વચ્ચે વરસતા વરસાદનો માહોલ જોવાનો લ્હાલો કંઇક અનેરો જ હોય છે. ત્યારે પ્રવાસીઓ પણ કુદરતી સૌંદર્યને માણવા ઉમટી પડ્યા છે.
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gira Dhodh, Dang, Saputara, dang, monsoon, rainfall, weather, monsoon2024, gujarat rain, gujarat - સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, Saputara nature - ગીરાધોધ સક્રિય થયો, Dang Rain, Gira Waterfall Active