
Sex Racket Caught In Surat, સુરતમાંં કુંંટણખાના ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છેે. હોટેલ, સ્પા, ફ્લેટ, બંગલા અને હવે ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કુંટણખાના ઉપર સરથાણા પોલીસ ત્રાટકી છે. પોલીસે કેનાલ રોડ ઉપર મેજીસ્ટ્રીકા રેસીડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એરકન્ડીશનની વ્યવસ્થા સાથે ધમધમતા કુટણખાના ઉપર રેડ પાડી હતી. જેમાંથી બે ગણિકાને મળી આવી હતી. જ્યારે કૂટણખાનાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે.
સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ ઉપર મેજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખસે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનુ શરૂ કર્યુ હોવાની બાતમી પોલીસ પાસે હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.
પોલીસે આ આખી રેડ નોંધ્યું હતું કે, ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખસ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબીન સાથે ધમધમતું કૂટણખાનુ મળી આવ્યું હતું. અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી. યોગીચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો.
ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા. જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ કબ્જે કરી કૂટણખાનાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
(Home Page- gujju news channel) - તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sex Racket Caught In Surat Sarthana Area - Surat Latest News - ac shed brothel Caught under the guise of online selling sarees shop