
રાજકોટમાં TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ સાતમ આઠમ એટલે કેે જન્માષ્ટમીના મેળામાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. 30 ટકા સ્ટોલ અને રાઈડઝ ઘટાડવામાં આવી છે. જેથી મેળામાં હકડેઠઠ ભીડ પર નિયંત્રણ મેળવી પૂરતી સ્પેસ મળી શકે. એમ્બ્યુલન્સની પણ યોગ્ય સ્પેસ રાખવામાં આવી છે. ડ્રોનથી જનમેદની ઉપર નજર રાખવામાં આવશે. દરેક સ્ટોલ પર અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. CCTVની સંખ્યા વધારવામાં આવશે. જેથી જનમેદની વધે ત્યારે થ્રી લેયર સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ. રાજકોટ લોકમેળાનું નામ શું રાખવું તે માટે અખબારમાં જાહેરાત આપી નામ મંગાવવામાં આવશે. બાદમાં શ્રેષ્ઠ નામ આપનારને વિજેતા જાહેર કરી રોકડ ઈનામ આપવામાં આવશે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સાતમ આઠમના તહેવાર અંતર્ગત રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાઈ છે. ત્યારે ચાલુ વર્ષે પણ સાતમ આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જ યોજવાનો છે. પરંતુ ચાલુ વર્ષે મેળામાં સ્ટોલ અને રાઇડ્સના પ્લોટમાં 30% નો ઘટાડો કરવામાં આવશે. આ પ્રકારનું નિવેદન રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું સામે આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, લોકોની સરળતા અને સુરક્ષાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે મેળાના સ્ટોલમાં તેમજ રાઇડ્સના પ્લોટમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તો સાથે જ મેળામાં થ્રી લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવશે. ડ્રોન કેમેરાની મદદથી લોકમેળા ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ બાજ નજર રાખવામાં આવશે. તો સાથોસાથ સેફટી માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નવા નિયમો લાગુ કરવામાં આવશે. કન્ટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ સરકારી ફીટનેશ સર્ટીફીકેટ બાદ જ રાઇડ્સ ચાલુ કરવા દેવામાં આવશે આ પ્રકારના નિર્ણય લોકમેળા સમિતિ દ્વારા લેવામાં આવ્યા છે. દર વર્ષે 15 લાખ જેટલા લોકો 5 દિવસીય યોજાનાર લોકમેળાની મુલાકાત લેતા હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રમકડાના સ્ટોલની સંખ્યા ગત વર્ષે 240 હતી. જેને ચાલુ વર્ષે 180 કરાશે તેમજ રાઇડ્સના પ્લોટની સંખ્યા 44 હતી જેને ઘટાડીને 29 કરી દેવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot lok melo today - Rajkot lok melo date - Rajkot lok melo Name - રાજકોટનો લોક મેળો ક્યાં ભરાશે - રાજકોટનો સાતમ આઠમનો મેળો