
Gujarat Congress On Job Interview Video: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ખાનગી કંપની દ્વારા રાખવામાં આવેલા ઑપન ઈન્ટર્વ્યૂમાં મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુક યુવકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ બનતા રેલિંગ પણ તૂટી ગઈ હતી, જેના કારણે અનેક યુવકો નીચે પટકાયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઝઘડિયા GIDCમાં આવેલી થર્મેક્સ કંપની દ્વારા 10 જગ્યાની ભરતી માટે અંકલેશ્વર સ્થિત લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઓપન ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે 10 જગ્યા પર ભરતી માટે હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે પોતાના ડોક્યુમેન્ટ સાથે હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં ભીડને કાબુમાં લેવી મુશ્કેલી બની હતી. આ દરમિયાન હોટલમાં રહેલી સ્ટીલની રેલિંગ પણ તૂટી ગઈ હતી. જેથી કેટલાક ઉમેદવારો એકબીજા પર પટકાયા હતા.જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના સર્જાઈ નહતી. બીજી તરફ આ બાબત ધ્યાને આવતા સામાજિક કાર્યકર યોગી પટેલે વહીવટી તંત્ર તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે એ સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.
રોજગારીની મોટી મોટી વાતો કરતી સરકારના ગાલ પર તમાચા જેવી ઘટના પર કોંગ્રેસે 'X' પર સરકારના વિરોધમાં પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે, ભાજપના 30 વર્ષના શાસનકાળમાં ગુજરાતમાં સૌથી વધુ બેરોજગારી... દેશનું સૌથી મોટું કેન્સર બેરોજગારી છે. ચૂંટણી પૂર્વે દર વર્ષે 2 કરોડ નોકરી આપવાનો વાયદો કરી તેને પુરા ન કરવા ભાજપ સરકારની આદત છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Congress On Job Interview Video - Ankleshwar Job Video - Unemployment In Gujarat The Rightful Crowd Of Job Seekers In Ankleshwar - અંકલેશ્વરમાં બેેરોજગારી હદ્દ પાર, 10 જગ્યા માટે બેરોજગારોના ટોળા ઉમટ્યા