
ગુજરાતના સૌથી મોટા શીખર ગિરનારના દ્રશ્યો દરેક ઋતુમાં મનમોહક હોય જ છે. પરંતુ ચોમાસાની સીઝનમાં ગિરનાર પર્વતે જાણે લીલી સાડી પહેરી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં સિઝનનો 18 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને વાદળો જાણે કે ગિરનાર સાથે વાતો કરી રહ્યા હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે. જેના કારણે વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનાર પર્વત પર વાતાવરણ નયનરમ્ય બન્યું હતું. આ અદભુત નજારાને યાત્રીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે...તો આવો જોઈએ વરસાદી વાતાવરણ વચ્ચે કેવું દેખાય છે આપણું ગિરનાર.... | girnar parvat mountain best and spectacular view From top in monsoon rain latest photos and video | girnar parvat - girnar ropeway - girnar steps - girnar pos - pos girnar - girnar hills
પ્રવાસીઓ જ્યારે ગિરનાર પર્વત પર પહોંચ્યા ત્યારે ગિરનાર વાદળોથી એ રીતે ઢંકાયો હતો કે, જાણે ગિરનાર વાદળો સાથે વાતો કરતો હોય તેવું લાગ્યું. દર વર્ષે ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદભુત નજારો જોવા મળે છે. ગિરનાર પર્વત પર વરસાદ બાદ ચોતરફ લીલી હરિયાળી જોવા મળે છે. ત્યારે ગિરનાર પર્વત પર પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય જોઈ લોકો પણ ખૂબ ખુશ થતા જોવા મળ્યા હતા. જે રીતે વાદળો ગિરનાર પર્વત પરથી પસાર થાય છે તે નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા. સાથે જ ગિરનાર પર વાદળોના કારણે ઝાકળ વર્ષા પણ જોવા મળી છે.
ગિરનારની પવિત્ર ભૂમિ પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય છે. હજારો વર્ષોથી અડીખમ આભને ટેકો દઈ ઊભેલા ગરવા ગિરનારનું પુરાણોમાં પણ અતિ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ગિરનારનો રોપ-વે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો રોપ-વે છે. છેલ્લા ઘણા સમયથી રોપ-વે બન્યા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, ત્યારે ગિરનાર પર્વત પર મા અંબા, ભગવાન દત્તાત્રેયનાં મંદિરો અને જૈન દેરાસરો આવેલાં છે. વર્ષ દરમિયાન અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ગિરનાર પર્વત પર ચોમાસાના વરસાદી વાતારવરણ બાદ રમણીય દૃશ્યો પર્વત પર જોવા મળે છે. ત્યારે આ વાતાવરણમાં લોકોને ફરવાની પણ મજા આવે છે. પરિવાર સાથે આવતા લોકો અહીં આસ્થાથી મા અંબાજી, ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરોમાં શીશ ઝુકાવી પ્રકૃતિનો આનંદ પણ માણે છે…
હવે જુઓ 3300 ફૂટની ઊંચાઈથી ગિરનારની એક્સક્લૂસિવ તસવીરો...
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - girnar parvat - girnar ropeway - girnar steps - girnar pos - pos girnar - girnar hills - how many steps in girnar - ગિરનાર પર્વત પર નયનરમ્ય નજારાએ લોકોના મન મોહી લીધા - વરસાદી માહોલમાં પ્રકૃતિની મજા માણવી હોય તો પહોંચી જાઓ જુનાગઢ - girnar parvat mountain best and spectacular view From top in monsoon rain latest photos and video - ચોમાસામાં ગીરનાર ફોટો - ગિરનાર પર્વત - ગિરનાર પરિક્રમા