
રાજ્યમાં નકલીની હવે કોઈ નવાઈ નથી રહી. નકલી IPS અધિકારી હોય કે નકલી ટોલનાકું કે નકલી કચેરી કે નકલી ઘી, દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે, હાલમાં ફરી રાજકોટમાંથી હવે એક નકલી શાળા પકડાઈ છે. અહીં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કોઈપણ માન્યતા વગર આ શાળા ઘણા સમયથી ધમધમી રહી હતી. નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે. રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પિપળિયા ગામમાં બોગસ સ્કૂલ ઝડપી લેવામાં આવી છે. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. જો કે, હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. જો કે, આ ત્રણ સ્કૂલ કઈ છે તે હજુ જાહેર થયું નથી.
રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા. આ પ્રકારની ફરિયાદ તાલુકા પ્રમુખ કેતનભાઈ કથીરિયા દ્વારા મળી હતી. જેથી આજે તપાસ માટે ત્યા પહોંચ્યા હતા. જે દરમિયાન સામે આવ્યું કે, શિક્ષણ વિભાગની માન્યતા વિના વર્ષ 2018થી અત્યારસુધી એટલે કે છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી. સ્કૂલના સંચાલકો પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નથી.
આ સ્કૂલ એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું ન હતું. ત્યારે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દૂકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, કાત્યાયનીબેન તિવારી અને સંદીપ તિવારી બોગસ સ્કૂલ ચલાવતા હતા. જેથી તેમની સામે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ અને હાલ સ્કૂલને સીલ કરવામાં આવી છે. આ સ્કૂલમાં જ્યારે તપાસ કરવામાં આવી તો આ સમયે સ્કૂલમાં ભણતા 33 વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. આ સાથે જ રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. પરંતુ તે ત્રણેય સ્કૂલ કઈ છે એ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે, અહીં સવાલ એ છે કે, છેલ્લા છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી તો શિક્ષણ વિભાગનું ધ્યાને શા માટે ન ગયું?
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot news - where is Rajkot located - રાજકોટ જિલ્લાના સમાચાર - રાજકોટ ના તાજા સમાચાર - રાજકોટ જીલ્લો - રાજકોટ ના લાઇવ સમાચાર - રાજકોટ જિલ્લાના લાઇવ સમાચાર - રાજકોટ ન્યૂઝ - હવે...બોગસ સ્કુલ ઝડપાઈ! રાજકોટના પીપળિયામાં માન્યતા વગર ધો.1થી 10ના 33 વિદ્યાર્થીઓની શાળા ઝડપાઈ, શિક્ષણ વિભાગે બિલ્ડિંંગેને મારી સીલ - bogus fake school caught from rajkot education department of gujarat news rajkot