
ઉત્તરપ્રદેશના હાથરસથી 47 કિમી દૂર આવેલા ફૂલરાઈ ગામમાં Stampede At Religious Event In UP નારાયણ સાકર હરિ ભોલે બાબાના સત્સંગ દરમિયાન મંગળવારે નાસભાગમાં 122 લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટા ભાગનાં બાળકો અને મહિલા હતાં. એમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. હાથરસથી 47 કિલોમીટર દૂર આવેલા ફૂલરાઈ ગામમાં સત્સંગ ચાલી રહ્યો હતો. એમાં 20 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ ઘાયલોને ટેમ્પો અને બસમાં હાથરસની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માત બાદની સ્થિતિ ભયાનક છે. હોસ્પિટલની બહાર જમીન પર મૃતદેહો વિખરાયેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નાસભાગમાં ઘણી મહિલાઓ અને બાળકો લકોના પગ નીચે ચગદાયા હતા, જેના કારણે તેમના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ અકસ્માતની નોંધ લીધી છે.
અકસ્માતના ત્રણ કારણો બહાર આવી રહ્યા છે.
• પ્રથમ - સત્સંગ પૂરો થયા પછી અચાનક ભીડ બહાર આવવા લાગી. ભારે ભીડ હતી તેથી ધક્કામુક્કી થઈ હતી. એના કારણે નાસભાગ મચી ગઈ. ભક્તોમાં મોટા ભાગની મહિલાઓ હતી. તેઓ એક પછી એક પડતી રહી. હજારોનું ટોળું તેમની ઉપરથી પસાર થયું. ડોક્ટરોનું કહેવું છે કે મોટા ભાગનાં મોત શ્વાસ રૂંધાવાને કારણે થયાં છે.
• બીજું- સત્સંગ પૂરો થયા બાદ ભોલે બાબાનો કાફલો રવાના થયો. સુરક્ષાકર્મીઓએ ભીડને રોકી લીધી. કાફલો રવાના થયા બાદ ભીડને અચાનક જ છોડી દીધી. ધક્કામુક્કીમાં લોકો એકબીજાની ઉપર પડવા લાગ્યા, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી.
• ત્રીજું- બાબાના બહાર નીકળ્યા પછી તેમના પગની ધૂળ લેવા માટે નાસભાગ મચી ગઈ.
હાથરસથી અત્યાર સુધીમાં 27 મૃતદેહો લાવવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં કુલ 122 લોકોના મોત થયા છે. લોકો મૃતદેહો વચ્ચે પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે. ગેરવહીવટ એટલો ગંભીર છે કે મૃતદેહોને ઢાંકવા માટે ચાદર પણ ઉપલબ્ધ નથી. જમીન પર પડેલા ઘાયલો દર્દથી કણસી રહ્યા હતા, પરંતુ તેમની સારવાર કરવા માટે કોઈ નહોતું. જ્યારે એક પછી એક મૃતદેહો એટાહ પહોંચ્યા, ત્યારે ફરજ પરના કોન્સ્ટેબલ રજનેશ (30)ને ત્યાં મેડિકલ કોલેજમાં મૃતદેહોના ઢગલા જોઈને હૃદયરોગનો હુમલો આવ્યો. તેમના મિત્રો તેમને ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મોટાભાગના મૃતકો હાથરસ, બદાયું અને પશ્ચિમ યુપી જિલ્લાના છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે X પર પોસ્ટ કર્યું કે, “હાથરસ જિલ્લામાં કમનસીબ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં માન. મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી જી, સંદીપ સિંહ જી ઘટના સ્થળ માટે રવાના થયા છે અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ADG, આગ્રા અને કમિશનર, અલીગઢના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.
સીએમ યોગીએ મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારને ઘટનાસ્થળે મોકલ્યા હતા. બે મંત્રીઓને પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે. ઘટનાની તપાસ માટે ADG આગરા અને અલીગઢ કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે. ડીએમએ જણાવ્યું કે એસડીએમએ કાર્યક્રમ માટે પરવાનગી આપી હતી. સીએમ યોગી આવતીકાલે હાથરસ જશે.
ભોલે બાબાનું સાચું નામ નારાયણ હરિ છે. તે એટાના રહેવાસી છે. નારાયણ હરિ લગભગ 25 વર્ષથી સત્સંગ કરી રહ્યા છે. પશ્ચિમ યુપી ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ તેમના અનુયાયીઓ છે. મંગળવારે લગભગ 50 હજાર લોકો પહોંચ્યા હતા. ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.
પીએમ મોદીએ હાથરસ દુર્ઘટનામાં વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની વાત કરવામાં આવી છે. પીએમએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
સંત ભોલે બાબાના નામથી જાણીતા બાબા પશ્ચિમ યુપીમાં ઘણા લોકપ્રિય છે. તેમનો સત્સંગ સાંભળવા માટે યુપી અને આસપાસા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને તેમના લાખો અનુયાયીઓ છે. સંત ભોલે બાબાના નામથી જાણીતા સંતનું સાચું નામ સૂરજપાલ છે અને લોકો તેમને હરિ ભોલે બાબાના નામથી ઓળખે છે. ભોલે બાબા કાસગંજના પટિયાલી ગામનો રહેવાસી છે અને તેણે ત્યાં જ પોતાનો આશ્રમ બનાવ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ઈન્ટેલિજન્સ વિભાગમાં જોડાયા હતા. જો કે થોડાક વર્ષ નોકરી માંથી વીઆરએસ લીધા બાદ આધ્યાત્મ તરફ ફંટાઇ ગયા. આ પછી, તે ગામડે ગામડે જઈને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપવાનું શરૂ કરે છે અને તેને દાન પણ મળવાનું શરૂ થયું. ધીમે ધીમે તેમના સત્સંગનું આયોજન થવા લાગ્યું અને તેઓ પશ્ચિમ યુપીમાં લોકપ્રિય થયા. સંત ભોલે બાબા એવો દાવો કરે છે કે, નોકરીમાંથી વીઆરએસ લીધા બાદ ભગવાનનો સાક્ષાત્કાર થયો અને ત્યાર પછી પોતાનું જીવન માનવ કલ્યાણને સમર્પિત કરવાનો નિર્ણય લીધો. તેઓ ભક્તોની વિનંતી અનુસાર અલગ અળગ સ્થળોએ સત્સંગ કાર્યક્રમ કરે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર નારાયણ સાકાર હરિ ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયી આવી છે. બાબાના સત્સંગ કાર્યક્રમ પત્ની પણ સાથે હોય છે.
સંત ભોલે બાબા નામથી ઓળખાતા નારાયણ સાકાર હરિ ભોલે બાબા સફેદ કોટ અને ટાઇ પહેરીને સત્સંગ કાર્યક્રમમાં આવે છે. બાબાનો સત્સંગ કાર્યક્રમ માનવ મંગલ મિલન સદભાવના સમાગમ કહેવામાં આવે છે. નારાયણ સાકાર હરિ ભોલે બાબાના મોટાભાગના અનુયાયી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં છે. બાબાના સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Stampede At Religious Event In UP - Hathras satsang eyewitness recalls stampede that killed over 122 - UP Hathras: Stampede incident at religious event claims lives of 122 - UP Hathras Stampede Live Updates : Hathras Stampede Accident UP : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી - Hathras Stampede: નારાયણ સાકાર હરિ બાબા મહારાજ કોણ છે, જેના હાથરસ સત્સંગમાં નાસભાગથી થયા 50થી વધુ લોકોના મોત