
Gujarat Weather and Rainfall Forecast Update : રાજ્યના ડઝનબંધ જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યાં બાદ આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જમાવટ બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આજે મંગળવારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ પંથકમાં પણ સારું એવો વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારી, વલસાડ, ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડીને રેલવે ટ્રેક પર પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. તેમજ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકમાં ૨૪ કલાકમાં ૬ થી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આજે સવારે ૬ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ થી ૧૫ ઇંચ વરસાદ પડ્યાનું વિનુ જોશી જુનાગઢથી જણાવે છે. જૂનાગઢના વંથલી પંથકમાં સાડા ચૌદ ઇંચ, વિસાવદર પંથકમાં ૧૩ ઇંચ જુનાગઢ શહેરમાં ૧૨ ઇંચ, કેશોદમાં ૧૦ ઇંચ, માણાવદરમાં નવ ઇંચ, મેંદરડામાં સાડા સાત ઇંચ, ભેસાણ પંથકમાં ૭ ઇંચ, માળિયા હાટીનામાં છ ઇંચ અને માંગરોળ પંથકમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં સીઝનનો ૨૭ ઇંચ વરસાદ પડી ગયો છે. વાતાવરણ ગોરંભાયેલું છે.
વલસાડના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં તેમજ આસપાસની બિલ્ડીંગોમાં પાણી ભરાઈ ગયા છે જેના લીધે મોડી રાતથી અહીં રહેતા રહીશો ઘરની અંદર બેસી રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ પંથકમાં ૪.૨ ઇંચ વાપીમાં ૩ ઇંચ, કપરાડા પોણા ત્રણ ઇંચ, ઉમરગામ બે ઇંચ અને ધરમપુર પંથકમાં પોણા બે ઇંચ તથા પારડીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના બે શહેરોમાં શાળા કોલેજ આંગણવાડી બંધ રહેશે. સતત ભારે વરસાદ વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના જલાલપુર તથા નવસારીમાં શાળા કોલેજ આંગણવાડીઓ બંધ રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting - અંબાલાલ પટેલ તરફથી ચેતવણી ambalal ni agahi varsad ni 2024