ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતીય ટીમે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં આફ્રિકન ટીમ માત્ર 169 રન જ બનાવી શકી અને ખિતાબ ગુમાવવો પડ્યો. આ મેચમાં એવા ઘણા પ્રસંગો આવ્યા turning point for team indian to win, જ્યારે ભારતીય ટીમના હાથમાંથી ખિતાબ સરકી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ એ 5 ક્ષણો આવી, જ્યારે ભારતીય ટીમે પૂરી તાકાત લગાવી અને મેચ દમદાર રીતે જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવનો કેચ હોય કે જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાની બોલિંગ હોય.
ફાઇનલમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પછી એવું લાગતું હતું કે ટીમ મોટો સ્કોર નહીં કરી શકે અને તમામ પ્લેયર્સ જલ્દી આઉટ થઈ જશે, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલને શિવમ દુબે, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની ઉપર પાંચમા નંબરે મોકલ્યો અને તે ગેમ ચેન્જર બન્યો હતો. ક્રિઝ પર એક છોડ પર વિરાટ કોહલીએ પહેલેથી જ મોર્ચો સંભાળી લીધો હતો. ત્યારબાદ કોહલી અને અક્ષરે ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. કોહલીએ 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિફ્ટી હતી. કોહલીએ 59 બોલમાં કુલ 76 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 176 રનનો મેચ વિનિંગ સ્કોર બનાવ્યો હતો.
177 રનના ટાર્ગેટના જવાબમાં આફ્રિકન ટીમ ઘણી વખત મેચ હોલ્ડ કરતી જોવા મળી હતી અને ઘણી વખત મેચ હારતી પણ જોવા મળી હતી. પરંતુ જ્યારે હેનરિક ક્લાસેન ક્રિઝ પર આવ્યો ત્યારે સ્થિતિ અલગ જ દેખાઈ. ક્લાસને 27 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. ક્લાસેનની ઇનિંગની મદદથી આફ્રિકાની ટીમે 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા.
ત્યારે આફ્રિકાને જીતવા માટે 30 બોલમાં માત્ર 30 રનની જરૂર હતી અને તેની 6 વિકેટ બાકી હતી. ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર સ્થિર હતા, પરંતુ 16મી ઓવરમાં જસપ્રીત બુમરાહે માત્ર 4 રન આપ્યા જેના કારણે આફ્રિકન બેટ્સમેન પર દબાણ વધ્યું હતું, ત્યારબાદ 17મી ઓવરના પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાએ ક્લાસેનને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ અહીંથી સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આફ્રિકન ટીમ દબાણમાં આવી ગઈ.
ક્લાસેનની વિકેટ પડ્યા બાદ પંડ્યા, બુમરાહ અને અર્શદીપે એવું દબાણ ઊભું કર્યું કે આફ્રિકન ટીમ ખરાબ રીતે વિખેરાઈ ગઈ હતી. પંડ્યાએ 1 વિકેટ લીધી અને 17મી ઓવરમાં માત્ર 4 રન આપ્યા. ત્યારબાદ બુમરાહે 18મી ઓવર નાખી અને માર્કો જેન્સનને પોતાનો શિકાર બનાવ્યો. તેણે 1 વિકેટ લીધી અને 2 રન આપ્યા. 19મી ઓવર ઘણી ખાસ હતી, જેમાં અર્શદીપ સિંહે માત્ર 4 રન આપ્યા હતા. અહીંથી જ ભારતની જીતનો પાયો નંખાયો હતો.
છેલ્લી ઓવરમાં આફ્રિકન ટીમને જીતવા માટે 16 રનની જરૂર હતી. રોહિતે પંડ્યા પર વિશ્વાસ મુક્યો હતો, અને આ વિશ્વાસ પર પંડ્યા ખરો ઉતર્યો હતો. છેલ્લી ઓવરમાં તેણે એક વિકેટ લીધી હતી. આફ્રિકાના ખતરનાક ખેલાડી ડેવિડ મિલરને આઉટ કરીને પેવેલિયન બેગો કરી દીધો હતો.આ ઓવરમાં કુલ 8 રન આપ્યા અને ભારતને ચેમ્પિયન બનાવ્યું.
પંડ્યા ઈનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો, ત્યારે મિલર ક્રિઝ પર હતો, જે 21 રન બનાવીને રમી રહ્યો હતો. મિલરે પહેલા જ બોલ પર લોંગ ઓફ પર બાઉન્ડ્રી તરફ એરિયલ શોટ માર્યો હતો. સૂર્યા ત્યાં દોડતો આવ્યો અને શાનદાર કેચ પકડ્યો હતો. સૂર્યાએ બાઉન્ડ્રીની અંદર બોલને કેચ કરીને હવામાં ફેંક્યો, પછી ફરી મેદાનમાં આવીને તેને ઝડપી લીધો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - t20 world cup 2024 - ICC-T20-World-Cup-Final 2024 5 turning point for team indian to win - ICC T20 World Cup Final મેચના આ પાંચ ટર્નિંગ પોઇન્ટ જેને કારણે ભારત ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયનનો ખિતાબ જીત્યો - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Final Match Day - T20 World Cup 2024 final - T20 World Cup 2024 news -T20 World Cup 2024 final - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup ફાઈનલ સ્કોર