• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સ કરાવવાનું કહીને લોકો પાસે ઓનલાઈન પૈસા પડાવાતા, બાપુનગરમાં 7 લોકો ઝડપાયા

અમદાવાદ: હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સ કરાવવાનું કહીને લોકો પાસે ઓનલાઈન પૈસા પડાવાતા, બાપુનગરમાં 7 લોકો ઝડપાયા

02:11 PM August 07, 2022 admin Share on WhatsApp



ઓનલાઇન વેબસાઈટમાં યુવાઓને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે વાતો કરવા તેમજ મજા માણવા માટે અનેક લોકોને નંબર આપી ફસાવતા આખે આખા કોલ સેન્ટરને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે. અમદાવાદના બાપુનગરમાં એક મહિલા સહિત સાત લોકો આ રીતે અલગ-અલગ વેબસાઈટ પર નંબરો મૂકીને લોકો સાથે વાતો કરતા. તેમજ તેમને અલગ અલગ હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સ કરવા માટે ગૂગલ પે તેમજ અન્ય ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવવા માટે જણાવતાં અને તેમના પૈસા પડાવી લેતા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે બાપુનગરના હીરાવાડી પાસે એક ફ્લેટમાં રેડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

►અંતરંગ વાતો કરવા ઓનલાઈન કોઈ નંબર આવે તો વાત ન કરશો
સોશિયલ મીડિયા કે ઓનલાઇન વેબસાઈટ પર જ્યારે તમને કોઈ લોભ કે લાલચ માટે એટલે કે કોઈ મહિલા યુવતીઓ સાથે અંતરંગ વાતો કરવા માટે નંબર આવે તો ભૂલે પણ તેને એક્સેપ્ટ કરતા નહીં. કારણ કે એમ થતાં જ તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવવાનું આખું ષડયંત્ર શરૂ થઈ જશે. અમદાવાદમાં હીરાવાડી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આ રીતસરનું કોલ સેન્ટર ચાલતું હતું.

►વેબસાઈટ પર નંબર્સ મૂકીને રાત વિતાવવાની લાલચ અપાતી
અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ ગજાનંદ એપાર્ટમેન્ટમાં એક મહિલા સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. આરોપીઓ આ રીતે કોલ સેન્ટર ચલાવતા હતા તેની માહિતી મળી હતી. સપનો કી પરી અને અન્ય વેબસાઈટ પર અલગ અલગ નંબરો આપીને હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે વાત કરવા તેમજ તેમની સાથે રાત વિતાવવા માટે રૂપિયા મળશે તેવી લાલચ આપતી જાહેરાતો પ્રસિદ્ધ થતી હતી. પણ જે વેબસાઈટ પર આ ટોળકીએ પણ પોતાનો નંબર મૂક્યો હતો. જે નંબર પર કોઈ વ્યક્તિ આવે અને સંપર્ક કરે તો ત્યારબાદ આ લોકોનો આખો પ્લાન શરૂ થતો હતો.

►લાલચમાં ફસાયેલા લોકો પાસે પૈસા પડાવાતા
કોઈપણ વ્યક્તિ અન્ય મહિલાઓ સાથે વાત કરવાની તૈયારી બતાવે ત્યારબાદ આ લોકો તેમની સાથે અત્યંત અશ્લીલ તેમજ વાસનાભરી વાતો કરતા હતા અને એમને ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા પડાવતા હતા. હાલ આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 17 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 16-09-2025
  • Gujju News Channel
  • ભારતીય ટીમની જર્સી પર હવે જોવા મળશે Apollo Tyres નો લોગો, BCCI સાથે ડીલ ફાઈનલ
    • 16-09-2025
    • Gujju News Channel
  • જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?
    • 15-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-09-2025
    • Gujju News Channel
  • વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue
    • 13-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us