
PM નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં 5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા.
પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - CM નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ, PM નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં થયા સહભાગી - ek ped maa ke naam campaign inspired by PM narendra modi CM bhupendra patel participating in