
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આજે પહેલો દિવસ હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા MLA Chaitar Vasavaએ પોતાના મતવિસ્તારની અનેક સરકારી શાળાઓની મુલાકાત લીધી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની ૩૦-૩૫ સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે શિક્ષણ વિભાગના લાઇઝનીગ અધિકારી દ્વારા મને આપવામાં આવેલ કાર્યક્રમના રૂટનો મેં બહિષ્કાર કર્યો. મેં આજે પોતે ડેડીયાપાડા તાલુકાની ૫ સરકારી શાળાની મુલાકાત લીધી જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે.
નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને અન્ય સુવિધા ના અભાવ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા એ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોય જે સંદર્ભે આજરોજ રાજપીપળા સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ સરકાર અને શિક્ષણ વિભાગ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૬-૨૭-૨૮ જુન ના રોજ રાજ્યની સરકારી શાળાઓમાં, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. જેમાં મંત્રી મંડળ સહીતના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાય એ સારો અભિગમ છે. પરંતુ આવા કાર્યક્રમો અને ઉત્સવોની આડમાં સરકાર અને અધિકારીઓ વરવી વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. બીજેપી ની સંવેદનશીલ સરકાર અને રોલ મોડેલ ગુજરાતમાં, ૧૬૫૭ સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. ૧૩૬૩ શાળાઓ તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારો ની જ છે. જ્યાં ગરીબ અને માધ્યમ વર્ગના આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોય છે. આ બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. એક શિક્ષક ધોરણ ૧ થી ૫ ના બાળકોને કઈ રીતે ભણાવશે ? વહીવટી કાર્ય કોણ કરશે ? કોઈ તાલુકા-જિલ્લા કક્ષાની મિટિંગ કે કાર્યક્રમ હશે તો બાળકોનું શું થશે ?
ગુજરાતમાં ૨૫૭૪ સરકારી શાળાઓમાં ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. એક હજારથી વધુ સરકારી શાળાઓના ઓરડાઓ ન હોવાથી બાળકો ખુલ્લામાં, ઝાડ નીચે કે ભાડાના ઘરે ભણવા મજબુર છે. વરસાદ આવે તો રજા આપી દેવી પડે છે. શાળાઓમાં ૧ થી ૫ ધોરણ માટે એકજ વર્ગખંડની વ્યવસ્થા છે. ગુજરાતમાં ૪૩૩૫ સ્માર્ટ ક્લારૂમ બનાવવામાં આવ્યા તે પણ કાર્યરત નથી. ઘણી શાળાઓમાં ઈન્ટરનેટ કે વીજળી વ્યવસ્થા નથી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હજારો કરોડ નો ખર્ચો કરવામાં આવે છે. છતા ડ્રોપ આઉટ રેટ ઘણો ઉંચો છે. રમશે ગુજરાત ની વાતો થાય છે. પણ ૧૬% શાળાઓમાં રમત-ગમતના મેદાન નથી. પી.ટી. ના શિક્ષકો નથી.
ગુજરાત રાજ્યમાં શિક્ષણનું બજેટ ૪૫ હજાર કરોડ થી પણ વધુ હોવા છતા, ૭૬ હજાર શિક્ષકોની ઘટ છે. શું આવી રીતે ભણશે ગુજરાત ? વાત વિશ્વ ગુરુ બનવાની થાય છે. અહિ શાળાઓમાં ગુરુ જ નથી, ટેટ-ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. નજીક ફરજીયાત અને મફત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. જે નિભાવવામાં સરકાર નિષ્ફળ નિવડેલ છે. જેથી બાળકોને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ પહેલા શિક્ષકોની ભરતી કરવી જરૂરી હોવાનું ચૈતર વસાવાએ સીએમને કરેલી રજુઆત માં જણાવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - સરકારી શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની ઘટ પુરી કરવા ધારાસભ્ય ચૈતર વસાવાની મુખ્યમંત્રીને રજૂઆત - AAP MLA Chaitar Vasava to CM over the shortage of teachers and rooms in gujarat government schools