
T20 World Cup Semi Final Schedule: T20 વર્લ્ડ કપ 2024ની ટોપ-4 ટીમ આખરે ફાઈનલ થઈ ચૂકી છે. દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ભારત અને અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચનારી 4 ટીમ બની ગઈ છે. ગ્રુપ-1માં સેમિફાઇનલમાં બીજા બર્થ માટે ખૂબ જ રોમાંચક જંગ ખેલાયો હતો. એક સ્લોટ માટે ત્રણ ટીમો વચ્ચે ગળાકાપ મુકાબલો હતો, પરંતુ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને ખૂબ જ રોમાંંચક મેચમાં હરાવ્યું અને બાંગ્લા ટાઈગર્સ તેમજ ઓસ્ટ્રેલિયાના સપના ચકનાચૂર કર્યા. આવી સ્થિતિમાં હવે સેમીફાઈનલનું ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. આવો અમે તમને જણાવીએ કે આ અઠવાડિયે બે સેમિફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે 27 જૂને ટ્રિનિડાડના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે, જે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે. ભારત અને ઈંગ્લેન્ડ એ જ દિવસે રાત્રે 8 વાગ્યે બીજી સેમીફાઈનલમાં સામસામે ટકરાશે. આ મેચ પ્રોવિડન્સ, ગયાનામાં રમાશે, 2022માં યોજાયેલા છેલ્લા T-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સામનો સેમીફાઈનલમાં થયો હતો. તે પછી એડિલેડ ઓવલ ખાતે રમાયેલી એકતરફી મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને અંગ્રેજોએ ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.
પ્રતિકૂળ સ્થિતિ હોવા છતાં સફળતાની સફરમાં તેના ક્રિકેટ ઈતિહાસનું સુવર્ણ પાનું લખતા અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ સુપર આઠ તબક્કાની મેચમાં ડકવર્થ-લુઈસ સિસ્ટમનો ઉપયોગ કરીને બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને પ્રથમ વખત સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નવીનુલ હકે 18મી ઓવરના ચોથા બોલ પર તસ્કીન અહેમદની વિકેટ લેતા જ સ્ટેડિયમમાં હાજર રહેલા સમર્થકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. ક્રિકેટના જાણકારો પણ કેરેબિયનથી કાબુલ સુધીના ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરનાર આ સિદ્ધિની આગાહી કરી શક્યા ન હતા. રાજકીય અસ્થિરતા અને યુદ્ધની ભયાનકતાનો સામનો કરનાર દેશની એક ટીમ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે અને જેની પાસે અભ્યાસ માટે પોતાનું મેદાન પણ નથી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 final - T20 World Cup 2024 news - when T20 World Cup 2024 semi final - when is T20 World Cup 2024 final - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - ICC-Mens-T20-World-Cup-2024 - India-vs-USA - Aaron-Jones - Rohit-Sharma - Cricket - Sports - T20 World Cup Semi Final Schedule: icc mens t20 world cup 2024 semifinal schedule date qualifier teams list fixtures in gujarati sports news -આ ચાર ટીમ રમશે સેમીફાઈનલ, જાણો ક્યારે, ક્યાં અને કોની સાથે રમાશે મેચ