• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • International Yoga Day 2024: જાણો યોગ દિવસનું મહત્વ અને આ વર્ષની થીમ વિશે, રાજ્યમાં 312 મુખ્ય સ્થળે ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

International Yoga Day 2024: જાણો યોગ દિવસનું મહત્વ અને આ વર્ષની થીમ વિશે, રાજ્યમાં 312 મુખ્ય સ્થળે ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

09:37 PM June 20, 2024 gujjunewschannel.in Share on WhatsApp



21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વની સાથે રાજ્યના 312 મુખ્ય સ્થળ સહિત તમામ તાલુકા અને જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ International Yoga Day 2024 ની ઉજવણી કરાઈ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ ભારતના વડા પ્રધાન મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. પ્રાણાયામ એ યોગના આઠ અંગોમાંથી એક છે જેમાં શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. યોગના તમામ આઠ ભાગો મળીને અષ્ટાંગ યોગ કહેવાય છે.

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો ઇતિહાસ, ઉજવણી અને હેતુ - International yoga day 2024 - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  2024 - અષ્ટાંગ યોગ - આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ કેવી રીતે થઇ શરૂઆત? - 

ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો (International yoga day 2024) મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ (nadabet) ખાતે યોજાયો છે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાયા છે. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી થઈ છે.

► 21મી જૂને જ શા માટે ઉજવાય છે યોગ દિવસ?

યોગ દિવસની ઉજવણી માટે 21મી જૂનને દિવસ તરીકે પસંદ કરવાનું એક ખાસ કારણ છે. 21 જૂન એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે, જેને ગ્રીષ્મ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસને વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગ્રીષ્મ સંક્રાંતિ પછી સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે જે યોગ અને આધ્યાત્મિકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

► યોગ દિવસનું મહત્વ શું છેે?

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો ઇતિહાસ, ઉજવણી અને હેતુ - International yoga day 2024 - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  2024 - અષ્ટાંગ યોગ - આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ કેવી રીતે થઇ શરૂઆત? - 

1. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. શરીર સ્વસ્થ રહે છે અને રોગોથી સુરક્ષિત રહે છે. જો તમે કોઈ રોગથી પીડિત છો, તો તેના નિવારણ માટે નિયમિત યોગ પણ અસરકારક છે.

2. સકારાત્મક જીવનશૈલી અને સાંસ્કૃતિક એકતા

યોગ તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. ધ્યાન અને યોગ માનસિક શાંતિ આપે છે, જે સકારાત્મક વિચારો લાવે છે અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરે છે. યોગ એ એક પ્રાચીન ભારતીય પરંપરા છે, જે હવે વૈશ્વિક સંસ્કૃતિનો ભાગ બની ગઈ છે. યોગ દ્વારા દેશ-વિદેશના યોગી એકબીજા સાથે જોડાય છે અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપે છે.

► આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ

International yoga day 2024 Theme : દર વર્ષે યોગ દિવસની એક ખાસ થીમ હોય છે. આ વર્ષે યોગ દિવસની થીમ મહિલાઓ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ 'મહિલા સશક્તિકરણ માટે યોગ' છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો ઇતિહાસ, ઉજવણી અને હેતુ - International yoga day 2024 - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 - અષ્ટાંગ યોગ - આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ કેવી રીતે થઇ શરૂઆત? 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us