
Follow Us On Google News - ગુુજરાત રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં ચોમાસું હજુ નવસારી સુધી જ આવ્યું છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે. એવામાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજા અનરાધાર બન્યો છે. લાઠી અને બાબરા પંથકમાં મૂશળધાર વરસાદ થયો છે. લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
અમરેલીના લાઠી, લીલીયા અને બાબરા પંથકમાં મૂશળધાર વરસાદ થયો છે. લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરાના વાંડળીયા, લુણકી સહિતાના ગામોમાં વરસાદ થયો છે. લાઠીની ગાગડીયો નદીમાં તેને લઈને પુરની સ્થિતિ સર્જાઈ છે. પ્રથમ વરસાદે જ ગાગડીયો નદીમાં નવા નીર આવ્યા છે. તેને લઈને હરસુરપુર ગામ નજીક ગાગડીયો નદી પરનો ચેકડેમ છલકાયો છે. તો બીજી તરફ મોટા લીલીયા ગામમાં પણ અડધાથી 1 ઈંચ સુધીનો વરસાદ પડતા ગામની શેરીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
બીજી તરફ ગઢડા શહેરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ઢસા રોડ, બોટાદનો ઝાંપો, ઉગામેડી રોડ વિસ્તારમાં પણ વરસાદ થયો છે. દિવસ ભરની ગરમી બાદ સાંજે વરસાદ પડતા ઠંડક પ્રસરી છે. જેને લઈને વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain Data - ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો - ગુજરાત વરસાદ આંકડા gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં