
World Blood Donate Day 2024: વિશ્વ રક્તદાનના દિવસે જાણો બ્લડ ડોનેટ કરવાના લાભ, સ્વાસ્થ્યને જોડેલા આ 5 ફાયદા જાણી ચોંકી જશો..!
World Blood Donate Day 2024: આપણે ઘણીવાર એક સૂત્ર વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે 'રક્તદાન મહાદાન' 'રક્તદાન કરવાથી જીવ બચી શકે છે'. કાર્લ એક પ્રખ્યાત ઇમ્યુનોલોજિસ્ટ હતા જેમણે મનુષ્યમાં વિવિધ 'બ્લડ ગ્રુપ'ની શોધ કરી હતી. કાર્લની આ શોધ પછી જ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં લોહીનું સંક્રમણ શક્ય બન્યું. કાર્લની આ શોધ જીવન બચાવી રહી છે. આમ છતાં બ્લડગ્રૂપને લઈને લોકોના મનમાં ઘણી ગેરમાન્યતાઓ છે. જેમ કે, લોહી આપવાથી નબળાઈ આવે છે, લોહી દ્વારા શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે, વારંવાર બીમાર પડાય છે વગેરે.. પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ રક્ત અને પ્લાઝમા દાન કરે છે ત્યારે એક જીવન રક્ષક તરીકે બીજાનો જીવ બચાવવાનું કામ કરે છે. રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તો આવો જાણીએ રક્તદાન કરવાથી શરીર અને બાકીના અંગોને શું ફાયદાઓ થાય છે?
1. હાર્ટ માટે ફાયદાકારક:
રક્તદાન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. આ લોઅર બ્લડ પ્રેશરના જોખમને પણ ઘટાડવાનું કામ કરે છે. તમારું બ્લડ પ્રેશર વધારે હાઇ રહે છે તો તમને વેસ્કુલર સિસ્ટમમાં બ્લડ ક્લોટની સમસ્યા રહે છે જેના કારણે હાર્ટ સ્ટ્રોક તેમજ હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, જ્યારે તમે બ્લડ ડોનેટ કરો છો તો આ જોખમ ઓછુ થઇ જાય છે.
2. સ્ટ્રેસ કરે છે દૂરઃ
હેલ્થલાઇન અનુસાર, જ્યારે તમે રેગ્યુલર રક્તદાન કરો છો તો તમારી શારિરિક નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અનેક રીતે ફાયદો થાય છે. રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે. મેન્ટલી તમે હેલ્ધી રહો છો. ઇમોશનલી સ્ટ્રોંગ થઇ જાવો છો. એટલુ જ નહીં તમે ખુદને નકારાત્મક ભાવનાઓથી દૂર રાખી શકો છો અને આઇસોલેશનથી ખુદને બચાવી શકો છે.
3. કેલરી રિપ્લેસ કરે છે:
રક્ત દાન કરવાના અનેક ફાયદા પણ છે. જ્યારે તમે બ્લડ ડોનેટ કરો છો તો એક વખતમાં શરીરમાંથી ઓછામાં ઓછી 500 કેલરી રિપ્લેસ થાય છે. આ એટલા માટે સંભવ છે કે રક્તદાન પછી જીરો કેલરી ડ્રિંક અને સ્નેક્સનું સેવન કરો.
4. હિમોગ્લોબીન લેવલ સારું રહે:
તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો આનાથી બ્લડનું હિમોગ્લોબિન લેવલ પણ સારુ રહે છે. આ સાથે તમારું બ્લડ હેલ્ધી રહે છે. શરીરમાં આયરનનું પ્રોડક્શન પણ સારું બની રહે છે.
5. ડિપ્રેશનથી દૂર રહો:
જ્યારે તમે કોઇ જરૂરિયાતમંદને રક્તદાન કરો છો ત્યારે હેપ્પી હોર્મોન્સ પણ રિલીઝ થાય છે અને ડિપ્રેશનની સમસ્યાને દૂર કરી શકે છે. જોવા મળ્યુ છે કે જે લોકો આ રીતે કામ કરે છે અને સીધી રીતે સમાજની જરુરીયાતોને પૂર્ણ કરે છે, તેની દયાનો ભાવ વધે છે અને તે સારી જીંદગી જીવે છે. જેનાથી ડિપ્રેશન જેવી સમસ્યા દૂર થઇ જાય છે.
• જો તમને થોડા સમય પહેલાં મેલેરિયા થયો હોય, તો 3 મહિના સુધી રક્તદાન ન કરો.
• જો તમે તાજેતરમાં ટાઈફોઈડમાંથી સાજા થયા છો, તો આગામી 12 મહિના સુધી રક્તદાન નથી કરી શકતાં.
• ટી.બી.ના દર્દીએ સારવાર પૂર્ણ કર્યા પછી 2 વર્ષ સુધી રક્તદાન ન કરવું જોઈએ.
• મોટી સર્જરી પછી 12 મહિના અને નાની સર્જરી પછી 6 મહિના સુધી રક્તદાન ન કરવું જોઈએ.
• મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન રક્તદાન ન કરવું જોઈએ.
• ગર્ભપાત પછી 6 મહિના સુધી રક્તદાન ન કરવું જોઈએ.
• જ્યાં સુધી બાળક માતાનું દૂધ પીવે છે ત્યાં સુધી માતા 'રક્તદાન' કરી શકતી નથી.
• રક્તદાતાને એવો કોઈ રોગ ન હોવો જોઈએ, જે રક્ત ચઢાવવાથી ફેલાતો હોય.
• જો તમને શ્વાસની બીમારી હોય તો પણ રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.
• નાઇટ શિફ્ટના બીજા દિવસે રક્તદાન ન કરો.
• આલ્કોહોલ અથવા કોઈપણ પ્રકારનો નશો કર્યા પછી લોહી આપશો નહીં.
Disclaimer: આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - world-blood-donor-day-2024-know-benefits-of-donating-blood-in-gujarati - World Blood Donate Day 2024: વિશ્વ રક્તદાનના દિવસે જાણો બ્લડ ડોનેટ કરવાના લાભ, સ્વાસ્થ્યને જોડેલા આ 5 ફાયદા જાણી ચોંકી જશો - આજે જ શા માટે મનાવાય છે બ્લડ ડોનર ડે 2024 - World Blood Donate Day 2024: Why is it celebrated