
વડોદરામાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ અને અન્ય સંતોના ખરાબ વીડિયો સામે આવ્યા બાદ હરીભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાંથી હરિ ભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા છે અને વિવિધ લખાણના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 300 જેટલા હરિભક્તોએ એકત્ર થઇ લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો..
આ હરિભક્તો હાથમાં બેનરો લઇને આવ્યા હતા. જેમાં લંપટ સાધુઓનો વિરોધ કરતું લખાણ લખાયેલું હતું. રાજ્યના અલગ-અલગ સ્થળેથી હરિભક્તો અહીં એકત્ર થયા હતા. અને લંપટ સાધુઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.
લંપટ સાધુઓને ભગાવો, સંપ્રદાયને બચાવો. પ્રાઇવેટ સંસ્થા ભગાવો વડતાલ ગાદી બચાવો તેવા બેનરો સાથે આવેલા હરિભક્તો દ્વારા માંગ કરાઇ હતી.. હરિભક્તોનું કહેવું હતું કે આવા લંપટ સાધુઓને કારણે તેમનું પોતાનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને તેઓ જ્યાં જાય ત્યાં તેમની મશ્કરી કરવામાં આવે છે અને તેમની સામે આંગળી ચીંધવામાં આવે છે.
ભગવાનના કપડા પહેરીને શૈતાન પેદા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંક રૂપ છે. આવા બધાને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે એક થયા છીએ. વડતાલના તાબાના વડોદરા અને ગઢડા મંદિરના કેટલાક સાધુઓ દ્વારા ખરાબ કામ કરવામાં આવી રહ્યા છે. એક સાધુ નાના બાળક સાથે ખરાબ કામ કરે છે, જ્યારે બીજા એક સાધુ બાથરૂમમાં એક બાળક સાથે ખરાબ કામ કરે છે. તો વડોદરા મંદિરના ત્રણ સાધુ એક છોકરી ઉપર દુષ્કર્મ ગુજારે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Vadtal Swaminarayan Mandir - વડતાલ વાડી મંદીરના કોઠારી સ્વામી - જગત પાવન સ્વામી - Jagat Pavan Swami - વાડી પોલીસ મથક - દુષ્કર્મ ફરિયાદ - Rape FIR - વડતાલમાં લંપટ સ્વામીની લીલા સામે હરિભક્તોનો વિરોધ, સંપ્રદાયનું બંધારણ બચાવો, લંપટ સાધુને ભગાવો'ના લગાવ્યા નારા - protest by hari bhakat at vadtal swaminarayan temple over characterless monks - Devotees - Protest vadtal Swaminarayan temple Hari bhakt