
સની દેઓલ સાથે કામ કરવામાં આ હિરોઈને કરી હતી પીછેહટ, જાણો કંઈ હસીસનાએ ઠુકરાવી હતી હિટ ફિલ્મ...!
Sunny Deol Films Rejected By These Actresses: બોલિવૂડ સ્ટાર સની દેઓલની ગતવર્ષે આવેલી ગદર 2 ફિલ્મ પછી તેની કિસ્મત ફરી ચમકી છે. અને પોતાની બ્લોક બ્લાસ્ટર ફિલ્મોની સિક્વલ ફિલ્મ આવી રહી છેે. બોર્ડર ફિલ્મને મોટા ભાગના તમામ લોકોએ જોઈ જ હશે. એવામાં સની દેઓલ સ્ટારર બોર્ડર 2 પણ ટુંંક સમયમાં આવે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયામાં બોર્ડર 2ના ટિઝરની વાત પણ વહેતી થઈ છે. એવામાં સની દેઓલ ફરી લાઈમલાઈટમાં આવ્યા છે. મહત્વનું છે કેે, એગ્રી યંગ મેનની ભૂમિકા ધરાવતા સની દેઓલ સાથે અનેક અભિનેત્રીઓએ કામ કર્યું છે. જોકે, ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે જેમણે સની દેઓલ સાથે કામ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ યાદીમાં કાજોલથી લઈને શ્રીદેવી સુધીના નામ સામેલ છે. ત્યારે આવો જોઈએ કંઈ અભિનેત્રીઓએ આવ બ્લોકબ્લાસ્ટર ફિલ્મોને ઠુંકરાવી દીધી..!
આ યાદીમાં બોલિવૂડની હિટ અભિનેત્રી કાજોલનું નામ સૌથી પહેલા આવે છે. તમને જણાવી દઈએ કે ગદર ફિલ્મ સૌથી પહેલા કાજોલને ઓફર કરવામાં આવી હતી. જો કે, અભિનેત્રીએ તે કરવાનો ઇનકાર કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને સની દેઓલ સાથે કામ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જોકે, આનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને સની દેઓલની ફિલ્મ ઘાયલની ઓફર કરવામાં આવી હતી. જોકે, કેટલાક કારણોસર શ્રીદેવીએ આ ઓફર ફગાવી દીધી હતી.
નિમરત ખૈરાને પણ સની દેઓલની ફિલ્મ 'ગદર 2' ઓફર કરવામાં આવી હતી. જોકે અભિનેત્રીએ સની દેઓલ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ સની દેઓલની ફિલ્મને કિક કરી દીધી છે. તેણીને બે ઓફર મળી હતી, જો કે, અભિનેત્રીએ તે બંને નકારી કાઢી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bollywood News - લેટેસ્ટ ફિલ્મના સમાચાર - bollywood actress who rejected actor sunny deol film offers shilpa shetty kajol aishwarya rai sridevi - border 2 - jp dutta - nidhi dutta - sunny deol border - sunny deol border 2