
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી 11 માસ માટે કરવામાં આવી હતી. તે પૂર્ણ થતા જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ રી છે ત્યારે ફરી 11 માસ માટે કરાર રિન્યુ કરવાની જાહેરાત કરવા સામે સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે તેવું અભિયાન ઉમેદવારો દ્વારા શરૂ કરાયું છે. એક તરફ શિક્ષકોની 34 હજાર કરતા વધારે જગ્યા ખાલી છે. ત્યારે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની વૈકલ્પિક વ્યવસ્થા કાયમી હોય તે રીતે કાયમી ભરતીના બદલે કરાર આધારીત શિક્ષકોને જ ફરી નિમણૂક આપતા ઉમેદવારોમાં રોષનું વાતાવરણ સર્જાયું છે.
રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 34 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તે ક્યારે ભરાશે તેવો સવાલ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકારે તાજેતરમાં 8900થી વધુ જ્ઞાન સહાયકોના કરાર પુન: રિન્યુ કર્યા છે. એવામાં સરકાર શું કાયમી ભરતીથી બચીને કરાર આધારીત ભરતી જ ચાલુ રાખવા માંગે છે કે કેમ તેના પર શકાં જાય છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, અમે દર વર્ષે 15 જુન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરતા હોઈએ છીએ.એવામાં આ 15 જુનએ કાયમી શિક્ષકોની ભરતી સરકાર દ્વારા થશે કે પહેલાની જેમ જ માત્ર આશાવાદી જાહેરાત છે?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે કહેવાતી વૈકલ્પિક વ્યવસ્થાને હવે કાયમી કરી નાખવામાં આવી છે. અગાઉ સરકારે કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી શિક્ષણ વ્યવસ્થા ચલાવશે તેમ કહ્યું હતું જે હવે ફરી જ્ઞાન સહાયકોના કોન્ટ્રાક્ટ રિન્યુ કરાઈ રહ્યા છે. દર વર્ષે મે અને જૂન મહિનામાં શિક્ષકોની તમામ ખાલી જગ્યા ભરવાનો દાવો કરતી સરકારે કેટલી ખાલી જગ્યા હતી અને તેની સામે ત્રણ વર્ષમાં કાયમી શિક્ષકોની કેટલી ભરતી કરી તે જાહેર કરવા પણ તેમણે માગણી કરી હતી. ભાજપ સરકાર દ્વારા આશાવાદી જાહેરાત બાદ કથની અને કરણીમાં ભારે તફાવત હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે.
કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે સોશિયલ મીડિયા ઉપર ઉમેદવારો દ્વારા પણ અભિયાન શરૂ કરાયું છે. તેમના મુજબ જ્ઞાન સહાયકોના પગાર ઓછા હોય છે અનને કરાર પૂર્ણ થઈ જાય તે પછી ફરી રિન્યુ ન કરાય ત્યાં સુધી નોકરી પર લટકતી તલવાર જેવી સ્થિતિ બાળકોને ભણાવતા શિક્ષકોની થઈ ગઈ છે. અગાઉ મંજૂર કરેલી વિદ્યા સહાયકોની તમામ ભરતી પણ હજુ સુધી કરાઈ નહીં હોવાનો દાવો ઉમેદવારોએ કર્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - રાજ્યમાં શિક્ષકોની વ્યથા - જ્ઞાન સહાયક - કાયમી શિક્ષકની ભરતી ક્યારે ? - Permanent Teacher Recruitment - When Gujarat goverment will recruit permanent teachers tet tat Exam Pass Candidate Waiting
આ @kuberdindor બધા ઉમેદવારો ની લાગણી સાથે રમત રમે સે પરીક્ષા કાયમી ભરતી માટે લેય અને નોકરી કરાર માં આપે આ તે કેવો ન્યાય. પોતાને હમણા કરાર પર રાખે જી #Guj_Govt_Declare_Recruitment pic.twitter.com/syHPFp9mEk
— chavda (@chavdabhavesh99) June 9, 2024