
PM Modi Taking Oath: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નરેન્દ્ર મોદીની સાથે બીજા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ કાર્યક્રમમાં 7 દેશોના લીડર્સ ઉપરાંત દેશના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી. જેમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન, વિક્રાંત મેસ્સી અને રાજકુમાર હિરાણીનો સમાવેશ થાય છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ જોવા મળ્યા હતા. સાથે જ ગૌતમ અદાણીએ પણ હાજરી આપી હતી.
નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. જવાહરલાલ નેહરુએ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીતી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ 2014, 2019 અને 2024ની ચૂંટણી જીતી છે.
વડાપ્રધાન બાદ રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે. ત્યાર બાદ ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગાંધીનગર બેઠક પરથી સતત બીજી વખત સાંસદ બન્યા. મોદી બાદ રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને શિવરાજ સિંહ ચૌહાણે શપથ લીધા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - PM Modi - PM MODI OATH CEREMONY AND CABINET - pm-narendra-modi-taken-oath-in-ceremony-shivraj-chouhan-amit-shah-bjp-jdu-tdp-include
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024