
Reel Vs. Real: રિયલ લાઇફમાં ખુબજ સુંદર અને ગ્લેમર્સ દેખાય છે તારક મહેતાની આ હસીનાઓ, જુઓ તેની બોલ્ડ અને હોટ ફોટોસ
છેલ્લા ૧૩ વર્ષથી નાના પડદા પર ફેમસ કોમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભર નાં મનોરંજનનું કામ કરી રહ્યું છે. દર્શકો નાં દિલમાં આ શોએ પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. આ શો જેટલો પ્રેમ કોઈ બીજા શો ને લગભગ જ મળ્યો હશે. શો ની સાથે જ તેના કલાકારોને પણ અપાર સફળતા અને ઓળખ મળી છે. શો માં દરેક પોતાની ખાસ અને અલગ ઓળખ બનાવવામાં સફળ રહયા છે. આજે અમે આ લેખ નાં માધ્યમથી તમને આ શો નાં મહિલા મંડળ વિશે જણાવવા જઈ રહ્યા છે. રિયલ લાઇફમાં તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. તમે હંમેશા આ અભિનેત્રીઓને શોમાં જોયા હશે. પરંતુ આજે તમને તેની રીયલ લાઈફ ની ફોટો બતાવવા જઈ રહ્યા છીએ.
શો માં સૌથી ફેમસ ભૂમિકા રહી છે દયાબેન ની. દયાબેન એટલે કે દિશા વાકાણી. દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શો માં નથી પરંતુ તેને ભૂલાવી શકાય તેમ નથી. તે લગભગ ત્રણ વર્ષોથી શો થી દૂર છે. પરંતુ તેમ છતાં પણ હંમેશા શોમાં તેની ચર્ચા થાય છે. જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૭ માં દિશા વાકાણી એ પ્રેગ્નન્સી નાં લીધો શો છોડ્યો હતો. ત્યારબાદથી હજી સુધી તે શો માં પાછા ફર્યા નથી. હવે તે પણ સ્પષ્ટ નથી તે કમબેક કરશે કે નહીં. તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી ને એક દીકરી છે અને તેમણે વર્ષ ૨૦૧૫ માં બિઝનેસમેન મયુર પહાડિયા સાથે લગ્ન કર્યા હતા.
અભિનેત્રી મુનમુન દત્ત પોતાની ભૂમિકાને સાથે જ પોતાની સુંદરતાને લીધે પણ જાણીતા છે. મુનમુન દત્ત બબીતા ની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેની સુંદરતા ઘણી હિરોઈન ને ટક્કર આપે તેવી છે. સાથે જ રિયલ લાઈફમાં પણ ગ્લેમસ છે. તેમની સુંદર ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. જણાવી દઈએ કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નાં મુનમુન દત્ત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
અંબિકા રંજનકર લાંબા સમયથી શો સાથે જોડાયેલ છે. શો માં તે ડોક્ટર હાથી નાં પત્ની કોમલ હાથી ની ભૂમિકામાં જોવા મળે છે. અંબિકા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમસ છે. ફોટોમાં તમે એ સાફ રીતે જોઈ શકો છો.
પહેલા શો માં અંજલી મહેતા ની ભૂમિકામાં નેહા મહેતા નિભાવી રહ્યા હતા. નેહા દ્વારા શો છોડયા બાદ સુનૈના ફોજદાર ની એન્ટ્રી થઈ હતી. શો માં અંજલી ની ભૂમિકા માં સુનૈના ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સુનૈના રિયલ લાઈફમાં પોતાના ભૂમિકાથી બિલકુલ અલગ છે. તે ખૂબ જ ગ્લેમસ જોવા મળે છે. હંમેશા સાડીમાં અને સલવાર શૂટ માં જોવા મળતા સુનૈના રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ દેખાય છે.
માધવી ની ભૂમિકાને માં જોવા મળતા સોનાલીકા જોશી ની એક સારી એવી ફેન્સ ફોલોઈંગ છે. જ્યારે રીયલ લાઈફ તે ખૂબ જ અલગ છે. તેની સુંદર ફોટો તમને આસાનીથી સોશિયલ મીડિયા પર જોવા મળી શકશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મીસીસ સોઢી એટલે કે રોશન ની ભૂમિકા જેનિફર મિસ્ત્રી નિભાવી રહ્યા છે. હંમેશા પોતાની ચુલબુલી અદાઓથી ફ્રેન્સ નું મનોરંજન કરે છે. તે શોમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. જ્યારે રિયલ લાઈફમાં પણ તે આ જ લુક અપનાવે છે. અને તેની સુંદર ફોટો જોઈને આ વાત તમે સરળતાથી સમજી જશો.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - gujjunewschannel - entertainment news in gujarati - babitaji