
Ramoji Rao Passed Away : આજે વહેલી સવારે દેશની સૌથી મોટી ફિલ્મ સીટી રામોજી રાવના સ્થાપક શ્રી રામોજી રાવનું નિધન થયું છે. શનિવારે સવારે ૪.૫૦ કલાકે તેમનું અવસાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ૮૭ વર્ષીય રામોજી રાવને ૫ જૂને ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ આજરોજ તેઓએ દેહ ત્યાગ કર્યો છે.
રામોજી રાવ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા. અહેવાલો અનુસાર, તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં પરિવાર, મિત્રો અને ચાહકો તેમની અંતિમ ઝલક જોઈ શકે છે અને તેમને વિદાય આપી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામોજી રાવના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. એમણે X પર રોમાજી સાથેની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, રામોજી રાવનું નિધન ઘણું દુ:ખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા. જેમણે મીડિયામાં ક્રાંતિ કરી. એમણે પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં એક અમિટ છાપ છોડી છે. એમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવિનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા. રામોજી રાવ ભારતના વિકાસને લઈ ભાવુક હતા. હું ભાગ્યશાળી છું કે, મને એમની સાથે વાતચીત કરવાની કેટલીક તકો મળી.
રામોજી રાવનું સાચું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. ૧૬ નવેમ્બર ૧૯૩૬ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રામોજી રાવે બિઝનેસ અને ફિલ્મોની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેમણે રામોજી ગ્રૂપની સ્થાપના કરી, જેમાં વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી, ચ્વ્સ્ નેટવર્ક, ડોલ્ફિન હોટેલ્સ, માર્ગદર્શી ચિટફંડ અને ઈનાડુ તેલુગુ અખબારનો પણ સમાવેશ થાય છે.
‘નેટવર્થ જ્ઞાન' અનુસાર, રામોજી રાવની સંપત્તિ ૪.૭ અબજ ડૉલરથી વધુ છે, જેને રૂપિયામાં ફેરવવામાં આવે તો ૪૧,૭૦૬ કરોડ રૂપિયા થઈ જાય છે. રામોજી રાવનું ઉષાકિરણ મૂવીઝ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. તેના બેનર હેઠળ તેણે ઘણી સુપરહિટ તેલુગુ ફિલ્મો આપી.
રામોજી રાવના કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ ૧૯૮૪માં ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી, જેમાં ‘પ્રતિઘાત', નુવવે કવાલી, વીધી અને ‘થોડા તુમ બદલો થોડા હમ'નો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ ૨૦૦૦માં તેમણે ફિલ્મ ‘નવી કવલી' માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો, જ્યારે વર્ષ ૨૦૧૬માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
રામોજી રાવના પરિવારની વાત કરીએ તો તેમની પત્નીનું નામ રમા દેવી છે અને તેમને બે પુત્રો હતા. નાનો પુત્ર ચેરુકુરી સુમન ૨૦૧૨માં લ્યુકેમિયાથી મળત્યુ પામ્યો હતો. મોટા પુત્રનું નામ કિરણ પ્રભાકર છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - ramoji-Rao-film-city-owner-and-Director-ramoji-rao-passes-away-today-know-about-him - Ramoji Rao Death At 87 year
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024