
RBI REPO RATE JUNE 2024 : દેશમાં લોકોની લોનના EMIમાં કોઇ જ રાહત મળી નથી. રિઝર્વ ઓફ ઇન્ડિયાની MPC બેઠકના પરિણામો સામે આવી ગયા છે અને આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તેને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. અગાઉ, આ નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ MPC બેઠકમાં, પોલિસી દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મુંબઈમાં શરૂ થયેલી બેઠકના પરિણામોની જાહેરાત કરી. રેપો રેટ સ્થિર રહેવાથી તમારી લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, છમાંથી 4 MPC સભ્યો રેપો રેટમાં કોઈપણ ફેરફારની તરફેણમાં ન હતા. નવા નાણાકીય વર્ષની આ બીજી MPC મીટિંગ છે અને હાલમાં રેપો રેટ 6.50 ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
RBIની MPC મીટિંગ દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો ફુગાવા અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો વિશે ચર્ચા કરે છે. જણાવી દઈએ કે રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાના કારણે લોનની EMI ઘટે છે અને તેના વધવાને કારણે EMI વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.
મેના ફુગાવાના દરના આંકડા આ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. એસબીઆઈના એક રિસર્ચ અનુસાર, ઓક્ટોબરથી નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધી ફુગાવાનો દર 5 ટકાથી નીચે રહેવાની ધારણા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 1.26% થઈ ગઈ છે, જે તેનું 13 મહિનાનું ઉચ્ચ સ્તર છે. આ સિવાય એપ્રિલમાં છૂટક ફુગાવો 4.83 ટકા હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - RBI Repo Rate JUNE 2024 - RBI Monetary Policy Committee No Change In Repo Rate