
Gujarat India General Election Result 2024 : ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અને ભાજપ પોતાની ક્લિન સ્વીપની હેટ્રીક મારતા ચૂંકી છે. ગુજરાતમાં કોંગ્રેસે દાયકામાં પ્રથમ વાર એક બેઠક મેળવી છે. જોકે રાજ્યની બાકીની તમામ બેઠકો પર ભાજપ ફરી જીત્યું છે. પરંતુ આ જીત બાદ પણ દેશમાં તેમનું પ્રદર્શન સારૂં રહ્યું નથી. વિપક્ષી એકતાએ મોદી-શાહના જાદુને રોક્યો છે. અને કાંટાની ટક્કર આપી છે. જો NDAમાં રહેલી ગઠબંધન પાર્ટીઓ ભાજપનો સાથ નહીં આપે તો ભાજપ પાર્ટી સરકાર બનાવવા સક્ષમ રહેશે નહીં. હવે બાકીના 48 કલાકમાં કોની સરકાર રચાશે અને ક્યાં સુધી તે પાર્ટીના નેતાઓના વ્યવહાર પર આધાર રાખશે. એવામાં ગુજરાતમાં શું સમીકરણ બદલાય છે. તે પણ જનતાએ જોવાનું રહેશે. ત્યારે આવો જોઈએ ગુજરાતમાં ક્યાં મોટા માથાની હાર થઈ અને ક્યાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું?
ગુજરાત લોકસભા બેઠક | ભાજપ | જીત-હાર | કોંગ્રેસ – આપ | જીત-હાર |
કચ્છ (SC) | વિનોદ ચાવડા | જીત | નિતેશ લાલણ | હાર |
બનાસકાંઠા | ડો. રેખાબેન ચૌધરી | હાર | ગેનીબેન ઠાકોર | જીત |
પાટણ | ભરતસિંહ ડાભી | જીત | ચંદનજી ઠાકોર | હાર |
મહેસાણા | હરિભાઈ પટેલ | જીત | રામજી ઠાકોર | હાર |
સાબરકાંઠા | શોભના બારૈયા | જીત | તુષાર ચૌધરી | હાર |
ગાંધીનગર | અમિત શાહ | જીત | સોનલ પટેલ | હાર |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | જીત | હિંમતસિંહ પટેલ | હાર |
અમદાવાદ પશ્ચિમ (SC) | દિનેશ મકવાણા | જીત | ભરત મકવાણા | હાર |
સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | જીત | ઋત્વિક મકવાણા | હાર |
રાજકોટ | પરષોત્તમ રૂપાલ | જીત | પરેશ ધાનાણી | હાર |
પોરબંદર | મનસુખ માંડવિયા | જીત | લલીત વસોયા | હાર |
જામનગર | પુનમબેન માડમ | જીત | જે.પી. મારવિયા | હાર |
જૂનાગઢ | રાજેશભાઈ ચુડાષ્મા | જીત | હિરા જોટવા | હાર |
અમરેલી | ભરતભાઈ સૂતરિયા | જીત | જેની ઠુંમ્મર | હાર |
ભાવનગર | નીમુબેન બાંભણિયા | જીત | ઉમેશ મકવાણા (AAP) | હાર |
આણંદ | મિતેશ પટેલ | જીત | અમિત ચાવડા | હાર |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | જીત | કાળુસિંહ ડાભી | હાર |
પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | જીત | ગુલાબસિંહ ચૌહાણ | હાર |
દાહોદ (ST) | જસવંતસિંહ ભાભોર | જીત | ડો. પ્રભા તાવિયાડ | હાર |
વડોદરા | ડો. હેમાંગ જોશી | જીત | જસપાલસિંહ પઢિયાર | હાર |
છોટાઉદેપુર (ST) | જશુભાઈ રાઠવા | જીત | સુખરામ રાઠવા | હાર |
ભરૂચ | મનસુખ વસાવા | જીત | ચૈતર વસાવા (AAP) | હાર |
બારડોલી (ST) | પ્રભુભાઈ વસાવા | જીત | સિદ્ધાર્થ ચૌધરી | હાર |
સુરત | મુકેશ દલાલ | જીત | નિલેશ કુંભાણી | હાર |
નવસારી | સી.આર. પાટીલ | જીત | નૈષદ દેસાઈ | હાર |
વલસાડ (ST) | ધવલ પટેલ | જીત | અનંત પટેલ | હાર |
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા, તો ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવારની 30,406 મતના માર્જિનથી જીત થઈ.
ગાંધીનગર લોકસભા બેઠક પર ગૃહમંત્રી અમિત શાહને 10,10,972 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને 2,66,256 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પ્રચંડ 7,44,716 મત માર્જિનથી જીત મેળવી છે.
નવસારી લોકસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સી.આર પાટીલને 1031065 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈને 2,57,514 મત મળ્યા. ભાજપના ઉમેદવારની રેકોર્ડ બ્રેક 7,73,551 મત માર્જિનથી જીત થઈ.
સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી બિન હરીફ વિજેતા જાહેર થયા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 Result Gujarat - Loksabha Election 2024 Latest Result - લોકસભા સામાન્ય ચૂંટણી-2024 - loksabha-Election-Result-2024-counting-of-votes-at- Lok Sabha Election 2024 LIVE Update - લોકસભા 2024 નું પરિણામ - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ ગુજરાત - લોકસભા 2024 નું પરિણામ - Lok Sabha Election 2024 Exit Poll LIVE Update - Gujarat Loksabha Election Result 2024 Live Updates