Ambalal Patel Agahi : રાજ્યમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ચોમાસું શરુ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને આગામી 15-20 દિવસમાં મેઘરાજા રાજ્યમાં પધરામણી કરે તેવી શક્યતા છે. એવામાં પ્રી-મોનસુન એક્ટિવિટી સ્વરુપે વાવણી યોગ્ય વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. જોકે આ વરસાદ બાદ ખરેખર ખેતી કરવી જોઈએ કે નિયમિત ચોમાસાની શરુઆતની રાહ જોવી. તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આખું ગણિત સમજાવી દીધું. તો ચાલો જાણીએ અંબાલાલ પટેલે ખેડૂતોને શું સલાહ આપી..?
અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે ધીરે ધીરે આંધી વંટોળનું પ્રમાણ વધતું જોવા મળશે અને સાથે સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે. આ વરસાદી ઝાપટા જો વાવણી યોગ્ય વરસાદ પાડી જાય તો પણ તેને પ્રિ-મોનસુન એક્ટિવિટી જ કહેવામાં આવશે અને આ સમય દરમિયાન ખેડૂતોએ વાવણી કરવી કે નહીં તે વિશે અંબાલાલ પટેલે ખૂબ જ સ્પષ્ટ વાત કરી દીધી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 30 મેથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને જે ત્યાર બાદ 4 જુન સુધી ચાલુ રહેશે. આ રીતે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યાર બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જો કે ગુજરાતમાં ચોમાસુ 15 જુન બાદ શરુ થતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલુ બેસી જશે. અને સારો વરસાદ થવાનુ પણ અનુમાન છે. 31 મે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા ડાંગ સુરત , સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
એવામાં અંબાલાલ પટેલે જણાવ્યુ કે ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting PreMonsoon - Ambalal Patel Advice For Farmers Must Read Before Starting Rain Season Farming Weather Forcasting gujarat