
Ambalal Patel Weather Forcasting : અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમીની સંભાવનાઓ અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કર્યા પછી હવે પ્રી-મોન્સુન એક્ટિવિટી (Pre-Monsoon Activity)ની વાત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને ક્યાં એક્ટિવિટીની અસર થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે. અંબાલાલ જણાવે છે કે, હવે પ્રી-મોન્સુન એક્ટિવિટી જોર પકડતી જશે, રાજ્યના ઘણાં ભાગોમાં આંધી-વંટોળ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગના ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ જણાવે છે કે, 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધૂકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત ભરૂચના જંબુસર. પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે પંચમહાલ, ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારે આંધી-વંટોળ થવાની પણ શક્યતાઓ રહેશે. રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધી નિયમિત રહેવાની શક્યતાઓ છે. જોકે, હાલમાં આકાશ ધીરે-ધીરે ગર્ભવા લાગ્યું છે. તેમણે જણાવ્યું છે કે આગામી મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે.
આ તરફ હવામાન વિભાગે પણ ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યવાસીઓને ભીષણ ગરમીથી રાહત મળશે. આજથી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી કરતા ઘણાં એક્સપર્ટ્સ દ્વારા આ વર્ષે ચોમાસું ભારત માટે સાનુકૂળ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવામાં દક્ષિણ ભારત તરફ હવે ગણતરીના કલાકોમાં ચોમાસું એન્ટ્રી કરશે તેમ પણ મનાઈ રહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે. ખાસ કરીને આ વર્ષે ચોમાસું લાબું હોવાથી નવરાત્રીમાં તેમજ ત્યાર બાદ પણ થોડા દિવસ વરસાદ શરૂ રહે તેવી સંભાવના પણ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast - અંબાલાલ પટેલની આગાહી - Ambalal patel prediction For the cyclone next month in arabian sea gujarat weather update - IMD Forecast Cyclone - આજની આગાહી - વરસાદની આગાહી લાઈવ - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી તારીખ - વરસાદની આગાહી અંબાલાલ પટેલ - આજની આગાહી 2024 - હવામાન આગાહી - વરસાદની આગાહી ગુજરાતમાં - Ambalal Patel Prediction Rain Forcasting PreMonsoon will start with thunderstorm at 4 june