
રાજકોટ: કોઈ યુવતી હજારો સપના લઈને લગ્ન કરીને પતિના ઘરે આવતી હોય છે. પોતાના પિતાનું ઘર છોડીને હંમેશ માટે પતિના ઘરે જતી યુવતીને સુહાગરાતે જ 550 વોલ્ટનો ઝટકો લાગે તો? રાજકોટમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માલવીયાનગર પોલીસ મથકે એક યુવતીએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી મહિલાએ પોતાના પતિ, દીયર, સાસુઅને સસરા સામે ફરિયાદ આપી છે. ફરિયાદીનું કહેવું છે કે લગ્નની પ્રથમ રાતથી જ તેણીનું જીવન ઝેર થઈ ગયું હતું. હકીકતમાં લગ્નની પ્રથમ રાતે જ પતિએ પરિણીતાને એવી વાત કરી હતી જેનાથી તેણીને જાણે કે 550 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.
‘મારી જીવનમાં તું નહીં બીજી છે’ : રાજકોટમાં અમીનમાર્ગ પર આવેલા ત્રિશા બંગલોઝમાં રહેતી એક પરિણીતાએ તેણીના પતિ જતીન સગપરીયા, દિયર કૌશલભાઈ, સાસુ ઇલાબેન અને સસરા નાથાભાઈ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ આપી છે. ફરિયાદીના કહેવા પ્રમાણે તેણીના લગ્ન 2005ના વર્ષમાં જતીન સગપરીયા સાથે થયા હતા. લગ્ન જીવનથી બંનેને એક દીકરો છે. હાલ ફરિયાદી તેના પિતાની સાથે રહે છે. ફરિયાદના કહેવા પ્રમાણે તેના પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. તેણે ફક્ત પરિવારના કહેવાથી તેની સાથે લગ્ન કર્યાં છે. પતિની આવી વાત બાદ ફરિયાદીને સુહાગરાતે જ મોટો આઘાત લાગ્યો હતો.
‘પતિને ખૂબ સમજાવ્યો’ : ફરિયાદીનું કહેવું છે કે આવી વાત બાદ તેણીએ પોતાનો સંસાર બગડે નહીં તે માટે પતિને ખૂબ સમજાવ્યો હતો. બીજી તરફ પતિએ પણ વિચારવાનો સમય માંગ્યો હતો તેમજ ભવિષ્યમાં બધુ સારું થઈ જશે તેવી વાત કરી હતી. પતિ સુધરી જશે તેવું માનીને ફરિયાદીએ શરૂઆતમાં આ વાત કોઈને કરી ન હતી. જોકે, પતિ સુધર્યો ન હતો અને થોડા દિવસ બાદ તું ગમતી નથી તેવું કહીને ફરિયાદીને છૂટાછેડા આપી દેવાનું જણાવ્યું હતું. પરિણીતા લગ્ન જીવન બચાવવા માટે બધુ સહન કરતી રહી હતી. પરિવારના અન્ય સભ્યો સમક્ષ આ વાત કરતા તેમણે પણ પતિને પક્ષ લીધો હતો અને સતત ઝઘડા કરવા લાગ્યા હતા.
દીકરાનો જન્મ થયો : ફરિયાદ પ્રમાણે મહિલાને પતિ તેની સાથે મારપીટ કરતો હતો. આ દરમિયાન મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, આજથી પાંચ વર્ષ પહેલા ફરિયાદી વિરુદ્ધ તેના સસરાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદમાં ફરિયાદી પોતાના પુત્ર સાથે એક ફ્લેટમાં અલગ રહેવા ચાલ્યા ગયા હતા. જે બાદમાં સમજાવટ બાદ મહિલા ઘરે પરત ફરી હતી. આ દરમિયાન મહિલાનો પતિ તેના ઘરે આવતો ન હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. આખરે તમામ વાતોથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati