
હાલના સમયમાં સ્ટેજ પરથી કોઈપણ વ્યક્તિ કોઈપણ સમાજને કડવા વચનો કહે છે. અને ત્યારબાદ તે સમાજના લોકો તેનો ભારે વિરોધ કરે છે. ચૂંટણીના મતદાન પૂર્વે પરશોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજના અને દલિત સમાજ પરના નિવેદન બાદ અગ્નજ્વાળા ફાટી નિકળી હતી. એવી જ રીતે હવે ગુજરાતના શિવ કથાકારે સ્ટેજ અને વ્યાસપીઠી ગરીમા ભૂલીને વધુ એક સમાજને નારાજ કર્યો છે. વાત જાણે એમ છે કે, ઉના તાલુકાના સિમર ગામે શિવ પુરાણ કથામાં કથાકાર રાજુ બાપુ (Kathakar Raju Bapu Zinzuda) દ્વારા પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજ (Koli Smaj And Thakor Samaj)ને નિમ્ન કક્ષાના કહેવામાં આવ્યા છે. આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ તેવો વાણી વિલાસ કર્યો જેને લઇને ઉના તેમજ આજુબાજુના ગામડાના લોકો દ્વારા સોશ્યલ મીડિયામાં નિંદા કરવામાં આવી હતી. આ વિડિયો તારીખ 19 મેના રોજ વ્યાસપીઠ ઉપરથી કર્તવ્ય ટીવી ચેનલમાં લાઈવ બતાવવામાં આવેલ છે.. આ વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં કોળી સમાજની લાગણી દુભાઈ છે અને આ રાજુ બાપુનો વિરોધ (Virodh) થયો છે.
આ રીતે વિરોધ થતા કથાકાર રાજુ બાપુએ કોળી સમાજ અને ઠાકોર સમાજની માફીનો વીડિયો પણ ફરી સોશ્યલ ગ્રુપમાં વાઇરલ કરવામાં આવેલ છે..જેમાં રાજુબાપુએ કહ્યું કે, મારો ઈરોદો કોળી કે ઠાકોર સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનો ન હતો. કોળી સમાજ મારો પાડોશી છે. તેઓને મારાથી જે કંઈ કહેવાય ગયું છે તેની હું માફી માગું છું. વધુમાં કહ્યું હતું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે. મારે કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો ન હતો. હું છતાં પણ કહું છું કે દરેક સમાજની એક ગરીમા હોય છે. કોળી અને ઠાકોર સમાજનું હું સ્વમાન જાળવવા માંગું છું. હું કોળી-ઠાકોર સમાજ સાથે મોટો થયો છું. મારૂ વક્તવ્ય કડવું છે પણ તેમાં હજારો મા-બાપની વેદના છે.
સ્થાનિક રિપોર્ટથી માહિતી મળી રહી છે કે રાજુબાપુની સાતમાં દિવસથી કથા બંધ રહી છે. છઠ્ઠા દિવસે આ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી-ઠાકોર સમાજના સ્થાનિક આગેવાનોએ પોલીસ ફરીયાદ કરતા બાપુની ધરપકડ કરવામાં આવી હતી. અને તેમને જામીન પર સાંજે છોડવામાં આવ્યા હતા. જે બાદ તેઓ કોઈના સંપર્ક નથી. પરંતુ આજે સવારે વિરોધનો વંટોળ વધતા તેઓએ સમાજની માફી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો.
માફીના વીડિયોને કોળી સમાજના લોકોએ વખોડયો હતો અને આવા વ્યાસપીઠ ઉપર બેસીને બેફામ વાણી વિલાસ કરતા રાજુ બાપુ વિરુદ્ધ નવાબંદર પોલીસ ફરિયાદ કરવાની અને જાહેરમાં આવીને માફી માંગે તેવી માંગ કરી હતી. આ સાથે જ સોશિયલ મીડિયામાં કોળી સમાજના તમામ ગૃપમાં રાજુબાપુ સામે ભયંકર આક્રોશ ફાટી નિકળ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - કથાકાર રાજુબાપુનો વિરોધ - kathakar-raju-bapu-apologized-to-koli-thakor-samaj-virodh-video-viral-controversial-statement