IPL 2024ની 68મી મેચમાં ચાહકોને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. હ્રદયસ્પર્શી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ (RCB vs CSK)ને 27 રનથી હરાવ્યું અને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. મેચ બાદ આરસીબીનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohali) પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જીતની ખુશીમાં તેની આંખો ભીની થઈ ગઈ. આ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ (Chinnaswami Stadium)માં હાજર તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) એ તેને પ્રોત્સાહિત કર્યો હતો. એવામાં આ તકની બંનેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
એક મહિના પહેલા, RCB પોઈન્ટ ટેબલમાં તળિયે હતું. પ્રથમ સાત મેચમાંથી છમાં હાર્યા બાદ તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ હતી. ત્યાંથી, ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમ માટે દરેક મેચ 'કરો અથવા મરો' હતી. રોયલ ચેલેન્જર્સે હાર ન માની અને સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પોતાની સીટ પાક્કી કરી. શનિવારે જ્યારે RCBએ CSKને હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ કોહલીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જીતની ખુશીમાં તે દોડીને પોતાના ખેલાડીઓને ગળે લગાવી રહ્યો હતો પરંતુ આ દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો.
RCB vs CSK મેચ IPL 2024 ની સૌથી મહત્વપૂર્ણ મેચ હતી. પ્લેઓફમાં પહોંચવા માટે, RCBએ માત્ર CSKને હરાવવું જ પુરતુ ન હતું પણ જીતનું માર્જિન મોટું રાખવું પડે તેમ હતું. RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને તેને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે 18 રનથી મેચ જીતવી પડે તેમ હતી. અને બેંગ્લોરના ખેલાડીએ આ કરી બતાવ્યું હતું. જે બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આનંદની કોઈ સીમા રહી ન હતી. જીતની ક્ષણ આવતા જ વિરાટ કોહલીની આંખો ભીની થઈ ગઈ હતી. આ દરમિયાન કેમેરાનું ફોકસ અનુષ્કા શર્મા પર ગયું જે તેના બંને હાથ ઉંચા કરીને સેલિબ્રેશન કરતી જોવા મળી હતી અને તેના પતિ કોહલીને પણ પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી.
આરસીબીએ પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ સીએસકેના ભૂતપૂર્વ કેપ્ટન અને હાર્ટથ્રોબ એમએસ ધોનીનું હૃદય તૂટી ગયું હતું. હાર બાદ તેની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. માહીના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેનું દિલ તૂટી ગયું હતું. તેણે હજુ સુધી IPLમાંથી નિવૃત્તિની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ સિઝન બાદ તે આ ટૂર્નામેન્ટને પણ અલવિદા કહી દેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Final Match Date - IPL 2024ની ફાઈનલ મેચ , IPL 2024 Match Day - ipl 2024 Qualify match - ipl 2024 news - when ipl 2024 Playoff Match start - when is ipl 2024 Final Match - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ફાઈનલ ક્યારે છે ? - RCB beat CSK by 27 runs at ChinnaSwami Stadium and become Fourth team to qualify for playoffs - IPL 2024 - RCB In The Playoffs : Ipl Live Updates - IPL 2024 : RCB પ્લેઓફમાં પહોંચતા મેદાન પર જ રડવા લાગ્યો વિરાટ કોહલી - અનુષ્કાએ સંભાળી સ્થિતિ, ધોનીની આંખો પણ ભરાઈ આવી..! - RCB vs CSK Match video
Look what we made of that 1% chance 🥹#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvCSK
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
pic.twitter.com/1blwgwHm8p