
Sensetive Story: લાઈટ બંધ કરી પત્નીના આંખે પટ્ટી બાંધીને પતિ માણતો મજા, હકીકત જાણીને પત્નીને લાગ્યો ઝટકો
Sensetive Story: એક મહિલાને લગ્ના થોડા મહિના પછી પતિ બાબતે એવી વાતની ખબર પડી કે તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. પતિ અંગેનું સિક્રેટ ખબર પડતાં મહિલા ધ્રુજી ગઈ હતી. મહિલાએ જે પુરુષ સાખે લગ્ન કર્યા હતા તે પુરુષ નહીં પણ મહિલા નીકળી હતી. આ મામલો બહાર આવતા પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.
આ ઘટના ઈન્ડોનેશિયાની છે. ગયા સપ્તાહે એક મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે જે વ્યક્તિ સાથે તેણે પુરુષ સમજીને લગ્ન કર્યા હતા, તેના 10 મહિના પછી ખબર પડી હતી કે તે મહિલા છે. આરોપી મહિલાએ પોતાની ઓળખ છૂપાવીને લગ્ન કર્યા હતા. હાલ કેસની સુનાવણી ચાલુ છે. પીડિત મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી, જ્યારે આરોપી મહિલાનું નામ Erayani હોવાનું કહેવાય છે.
►ડેટિંગ એપ પર મુલાકાત થઈ
મીડિયા રિપોર્ટ મુજબ મે 2021માં એક ડેટિંગ એપ પર પીડિત મહિલા અને આરોપી મહિલા Erayaniની મુલાકાત થઈ હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને વાતચીતમાં Erayani કોઈ પુરુષ જેવી લાગતી હતી. Erayaniએ મહિલાને જણાવ્યું હતું કે તે એક સર્જનની સાથે બિઝનેસમેન છે. તેણે હાલમાં ધર્મ પરિવર્તન કર્યું છે અને તેને કોઈ પત્નીની શોધ છે.
►મહિલાના માતા-પિતાને શંકા ગઈ
અંદાજે ત્રણ મહિલા સુધી ડેટિંગ બાદ મહિલાએ Erayani સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી Erayani મહિલાના ઘરમાં જ રહેવા લાગ્યો. પણ લગ્નના થોડા સમય પછી મહિલાના માતા-પિતાને શંકા ગઈ કે કંઈક ગડબડ છે. કેમ કે Erayani પીડિત મહિલા પાસે જ પૈસા માંગતો હતો અને પોતાની બિઝનેસ અંગે કોઈ વાત કરતો નહોતો. પરિવારના સવાલોથી બચવા માટે Erayani મહિલાને બીજા શહેર સુમાત્રા લઈને ચાલ્યો ગયો હતો, જ્યાં ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યો હતો. જ્યાં તેણે મહિલાને ઘણા મહિનાઓ સુધી કેદ રાખી અને કોઈ સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. બીજી તરફ પુત્રી સાથે ઘણા દિવસોથી વાત ન થતા માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તરત Erayaniને પકડી લીધો હતો. પણ પોલીસની પૂછપરછમાં જે વાત સામે આવી તેણે બધાને ચોંકાવી દીધા હતા.
►સેક્સ વખતે આંખો પર પટ્ટી બાંધી દેતો
આ અંગે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે લગ્નના ઘણા દિવસો સુધી Erayaniએ તેને હાથ અડાડ્યો નહોતો. તે હંમેશા બહાના કાઢીને અલગ રહેવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાર પછી રોમાન્સ વખતે હંમેશા લાઈટ બંધ કરી દેતો હતો. અને સેક્સ સમયે પત્નીની આંખો પર પટ્ટી બાંધી દેતો હતો.
►15 લાખ રૂપિયા ઉડાવી દીધા
Erayaniને જેને લોકો પુરુષ સમજતા હતા તે એક સ્ત્રી હતી. તેણે દગાથી પીડિત મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 મહિના દરમિયાન તેણે મહિલાના 15 લાખ રૂપિયા ઉડાવી દીધા હતા. આ અંગે પીડિતાએ કેસ નોંધાવ્યો છે અને હાલ મામલો કોર્ટમાં છે. Erayani સામેનો કેસ સાબિત થશે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati