
Panchmahal News : અત્યાર સુધી આપણે પરીક્ષામા, સસ્તા દરે મળતા અનાજ સહિતની બાબતમાં કૌભાંડ સાંભળ્યા હશે. પરંતુ પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. દસ્તાવેજની તપાસ બાદ શહેરાના તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો કર્યો છે. ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપૂર્વ તલાટી કમ મંત્રીએ લગ્નોની અધુરા દસ્તાવેજોના આધારે નોંધણી કરી દેતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
માતા-પિતા અને સમાજની પરવાહ કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાંભળવા મળે છે. જોકે, ભાગી ગયા બાદ આ સંતાનોને સમાજમાં પતિ-પત્ની તરીકે સ્થાપિત થવા માટે લગ્ન નોંધણી કર્યા બાદ તેમને લગ્ન સર્ટીફિકેટ મેળવવું પડે છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્વાલા ગામના ભુતપૂર્વ તલાટી કમ મંત્રી પી.એમ.પરમાર અધુરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરી દેતાં હોવાની વિગતો સામે આવી હતી. 106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપી દેવાયા હોવાની તાલુકા વિકાસ અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે. દસ્તાવેજની તપાસમાં ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી એમ.પી. પરમારનું કારસ્તાન સામે આવ્યું છે. કુલ 571 લગ્નની નોંધણી કરવામાં આવી હતી. જેમાંથી 465 દંપત્તીના નોંધણી દસ્તાવેજ મળ્યા હતા. જ્યારે 106 દંપત્તીના લગ્નની નોંધણીના કોઈ દસ્તાવેજી આધાર પુરાવા મળ્યા નથી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપૂર્વ તલાટી કમ મંત્રીની કરતૂત સામે આવી છે. ભદ્રાલા ગ્રામ પંચાયતના ભુતપૂર્વ તલાટી કમ મંત્રીએ અધુરા દસ્તાવેજોના આધારે લગ્નોની નોંધણી કરતા તાલુકા વિકાસ અધિકારીએ બરતરફ કર્યા છે. એક મહિનામાં એકસાથે મોટી સંખ્યામાં લગ્નની નોંધણી થતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા તલાટી કમ મંત્રી પી.એમ.પરમારને નોટિસ ફટકારવામાં આવી હતી. છતાય લગ્નની નોંધણીનું કાર્ય ચાલુ રાખતા આખરે તલાટી કમ મંત્રીને બરતરફ કરાયા હતા. લગ્ન નોંધણીના રેકર્ડ તપાસમાં મોટાભાગના ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા બહારના રાજ્યોના યુગલોના લગ્નોની નોંધણી થઈ હોવાની વિગતો મળી આવી હતી.
જોકે, એક મહિનામાં 100 લગ્નોની નોંધણી થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં નોંધણીઓ બોગસ હોવાની વિગતો સામે આવી હતી. આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી પી.એમ.પરમારને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. લગ્નની નોંધણીના ડોક્યુમેન્ટની તપાસ કરતા ગુજરાત સહિત અન્ય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના રાજ્યોના છે. આ મામલે રેકર્ડ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ, તલાટી સામે બરતરફની કાર્યવાહીના પગલે શહેરા તાલુકા તલાટી આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે.
લગ્ન નોંધણી એ ફરજીયાત બાબત છે પરંતુ આજેપણ સામાજીક રિતિ રિવાજો મુજબ થતાં લગ્નની નોંધણી કરાવવામાં કેટલાક દંપતીઓ ઉદાસીનતા સેવી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે.બીજી તરફ ભાગી ને લગ્ન કરનાર કહેવાતા પ્રેમી પંખીડાને લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત થઈ પડતું હોય છે જેથી આવા યુગલો પોતાના વિસ્તાર થી દુર આવી લગ્ન નોંધણી કરાવતાં હોય છે જેના માટે સ્થાનિક કક્ષાએથી જાણકારી મેળવી ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરી લેતાં હોય છે.આ પ્રકારના લગ્ન નોંધણી માટે કેટલીક ગ્રામ પંચાયત ખાસ બની જતી હોય છે. લગ્ન નોંધણી અંગેની બાબતો શહેરાની ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી ચર્ચામાં આવ્યા હતા.તલાટી પી.એમ.પરમાર ના ફરજકાળ દરમિયાન 6 માસ માં 500 ઉપરાંત લગ્ન નોંધણી થયા હતા અને એક જ માસ માં 100 લગ્ન નોંધણી થઈ હતી.
આ બાબત અંગે સ્થાનિકો દ્વારા તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા ટીડીઓને રજુઆત કરવામાં આવતી હતી.આ રજુઆત આધારે શહેરા ટીડીઓએ તપાસ કરતાં તલાટી દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીમાં જોગવાઈ મુજબ નહિં થઈ હોવાનું તેમજ ઘણા બધા ડોક્યુમેન્ટમાં વિસંગતતા જોવા મળી હતી જેથી તલાટી પી એમ પરમારની એક તરફી જિલ્લા કક્ષાએ બદલી કરવામાં આવી હતી અને અન્ય તલાટી જે ચાર્જ સુપરત કર્યો હતો .ઇન્ચાર્જ તલાટી પાસે ડોક્યુમેન્ટ અંગેની ચકાસણી કરાવતાં લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ માત્ર 70 ટકા મળી આવ્યા છે જેની તપાસ કરવામાં આવી છે.લગ્ન નોંધણીમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના અરજદારનો સમાવેશ થાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Panchmahal former talati of bhadrala sacked for running more than 100 marriage registration scams based on incomplete documents - Panchmahal News : પંચમહાલમાં લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ - 100 Marriage Registration Scams