
Too much salt Cause Hear Attack : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સમગ્ર વિશ્વમાં હૃદય રોગના વધતા જોખમને લઈને એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. WHO અનુસાર, યુરોપમાં દરરોજ લગભગ 10,000 લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે, જેનો અર્થ થાય છે કે વાર્ષિક 4 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુ યુરોપમાં કુલ મૃત્યુના 40% માટે જવાબદાર છે! એટલે કે દર વર્ષે 40 લાખ લોકો મૃત્યુ પામે છે. આ હાર્ટ એટેકના રિપોર્ટમાં ડોક્ટરને એક તથ્ય જાણવા મળ્યું છે કે, વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થાય છે. અને જેનાથી હાર્ટ એટેકેનું જોખમ વધે છે. WHOના જણાવ્યા અનુસાર મીઠાનો વધારે પડતો ઉપયોગ મોટી બિમારી પણ નોતરી શકે છે.
WHO યુરોપના ડિરેક્ટર હંસ ક્લુગે જણાવ્યું હતું કે, "મીઠાના સેવનને 25 ટકા ઘટાડવા માટે લક્ષિત નીતિઓનો અમલ કરવાથી 2030 સુધીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી થતા આશરે 9 મિલિયન મૃત્યુને અટકાવી શકાય છે. યુરોપમાં, 30 થી 79 વર્ષની વયના ત્રણમાંથી એક પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, જેનું કારણ મુખ્યત્વે વધુ મીઠું લેવાનું છે. WHO યુરોપીયન પ્રદેશના 53 માંથી 51 દેશોમાં, સરેરાશ દૈનિક મીઠાનું સેવન WHOએ ભલામણ કરેલ 5 ગ્રામ (એક ચમચી) કરતાં વધી ગયું છે. તેનું કારણ પ્રોસેસ્ડ ફૂડ અને નાસ્તામાં મીઠાનો વધુ પડતો ઉપયોગ છે.
WHOએ કહ્યું, "વધુ પ્રમાણમાં મીઠું લેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે મોટું જોખમ છે." વિશ્વમાં યુરોપમાં હાયપરટેન્શનનો સૌથી વધુ વ્યાપ છે. ડબ્લ્યુએચઓ યુરોપના અહેવાલ મુજબ, આ પ્રદેશમાં પુરુષોમાં સ્ત્રીઓ કરતાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી મૃત્યુ થવાની સંભાવના લગભગ 2.5 ગણી વધારે છે
પૂર્વી યુરોપ અને મધ્ય એશિયામાં પશ્ચિમ યુરોપ કરતાં નાની ઉંમરે (30-69 વર્ષ) હૃદયરોગથી મૃત્યુ થવાની શક્યતા પાંચ ગણી વધારે છે. આ માહિતી પરથી આપણે સમજીએ છીએ કે મીઠાનું સેવન ઓછું કરવા માટે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. મીઠું ઓછું ખાવાથી આપણે આપણી જાતને અને આપણા પરિવારને હૃદયની બીમારીઓથી બચાવી શકીએ છીએ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Who alert - Too much salt can increase blood pressure which risk for heart attack in europe 10000 death accure from heart Failure - Who Alert For heart attack - Too much salt Cause Hear Attack And High Blood Pressure