
►સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહ્યુ છે 3D એસ્ટ્રોનોમી એન્ડ સાયન્સ ગેલેરી,
►સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં જાયન્ટ ટેલીસ્કોપથી લાઇવ આકાશ દર્શનનો નજારો માણી શકાશે
અવકાશ યાત્રા કરવી સામાન્ય માણસના ગજાની વાત નથી પણ અમદાવાદમાં સાયન્સ સિટીમાં બની રહેલી સ્પેસ સાયન્સ ગેલેરીમાં આમ જન વર્ચ્યુઅલ અવકાશયાત્રા કરી અંતરીક્ષનો અદભુત નજારો માણી શકશે. અમદાવાદના સાયન્સ સિટીમા હાલ બે મોટી ગેલેરી છે.
રોબોટીક ગેેલેરી અને એકવાટિક ગેલેરી હવે ટુંક સમયમાં ત્રીજી ગેલેરી શરૂ થવા જઇ રહી છે. એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી આ ગેલેરીનું બાંધકામ આપી રહયું છે અને 8થી 10 મહિનામા: આ અદભુત ગેલેરી તૈયાર થઇ જશે. આજુ બાજુ એકિઝબિશનના ચોરસ બિલ્ડીંગ અને વચ્ચે પૃથ્વીના ગોળા આકારનું પ્લેનટોરીયમ થશે.જેની આસપાસ સૌર મંડળનું મોડેલ ઉભું કરાશેે.
ગ્રાઉન્ડ ફલોર પર જ એકાદ કલાક થઇ જશે. આપણી સ્પેશ સાયન્સ કેવુ હતુ, કેવુ છે અને ભવિષ્યમા કેવું હશે તે આ ગેલેરીમાં જોવા મળશે. આ ગેલેરી માટે ત્રણેક કલાકનો સમય ફાળવવો પડશે. અવકાશમાં શું હશે ? સુર્ય નજીકથી કેવો લાગે છે ? એસ્ટ્રોનેટ- અવકાશ યાત્રી અવકાશમાં જાય તો તેને કેવું લાગે તે આમજનને ફિલ થશે સ્પેશક્રાફટમાં સાવરીની ડિઝીટલ ફિલીંગ પણ થશે. અવકાશમાં સંભળાતા અવાજો પણ સાંભળી શકાશે.
• અવકાશમાં શું હશે ? સૂર્ય નજીકથી કેવો લાગે ?
એસ્ટ્રોનોટ અવકાશમાં જાય તો એને કેવું ફીલ થાય ? આ બધી જોયેલી, સાંભળેલી કે વાંચેલી વાતો ફીલ કરવા મળશે. સ્પેસ સાયન્સનું વર્ચ્યુઅલ વર્લ્ડ ઊભું થશે. અહીં તો સ્પેસક્રાફ્ટની ડિજિટલ ફીલિંગ લઈ શકશો. માનો કે તમે સ્પેસક્રાફ્ટમાં બેઠા. તમે ધીમે ધીમે એ ચલાવો છો. તમે એટલે ઊંચે પહોંચી ગયા છો કે નીચે આકાશ દેખાય છે. સ્પેસક્રાફ્ટ આગળ વધી રહ્યું છે અને અવકાશમાં સંભળાતા અવાજો તમે પણ સાંભળી શકો છો... તમે અવકાશની સફર કરો છો અને એકાએક દૂરથી પ્રચંડ અવાજ આવતો સંભળાય છે. એક ઉલકાપિંડ તમારા સ્પેસક્રાફ્ટની નજીક આવી રહ્યો છે અને થોડી ક્ષણોમાં તો સ્પેસક્રાફ્ટના કાચ સાથે અથડાય છે અને ગર્જના જેવો અવાજ આવે છે, સ્પેસક્રાફ્ટ હલબલી જાય છે. ઉલકાના પણ ટુકડા થઈ જાય છે. આ અનુભવ કરો ત્યારે તમે એ અહેસાસ કરી શકશો કે અવકાશમાં જનારી વ્યક્તિઓ કેટલું જોખમ લઈને જાય છે.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - gujarat top news