
On Mother's Day PM Modi's Surprise Gift : વડાપ્રધાન મોદી રવિવારે ચૂંટણી પ્રચાર અંતર્ગત પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા જ્યાં તેમણે હુગલી(PM Modi's JanSabha At Hugli West Bengal)માં એક જનસભાને સંબોધિત કરી. આ જનસભા દરમિયાન એક ભાવુક ક્ષણ જોવા મળી. જ્યારે વડાપ્રધાન મોદી જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તે સમયે લોકોની ભીડમાં બે યુવકોએ (PM Modi's Mother Heeraben Image) વડાપ્રધાન મોદીની માતાની તસવીર લહેરાવી. વડાપ્રધાનની નજર જેવી જ આ તસવીર પર પડી તો વડાપ્રધાન મોદીના ચહેરા પર અનાયાસે જ એક ભાવુક મુસ્કાન જોવા મળી હતી.વડાપ્રધાન મોદીએ તાત્કાલિક એસપીજીના જવાનને નિર્દેશ આપ્યા અને બંને તસવીર પોતાની પાસે મંગાવી. માતૃ દિવસના પ્રસંગે આ ભેટ મેળવીને વડાપ્રધાન મોદી ભાવ-વિભોર જોવા મળ્યા.
આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, પશ્ચિમના દેશોમાં લોકો આજના દિવસે માતૃ દિવસ તરીકે ઉજવે છે,પરંતુ ભારતમાં આપણે વર્ષના દરેક દિવસ માં દુર્ગા, માં કાલી અને ભારત માતાની પૂજા કરીએ છીએ. રેલીમાં જે લોકોએ મારી માતાની તસવીર બનાવી છે, હું એસપીજી કમાન્ડોને અપીલ કરું છું કે તે તસવીર મેળવી લો. કૃપ્યા તસવીરની પાછળ તમારું એડ્રેસ પણ લખી દેજો હું તમારા બંનેનો આભાર માનું છું.
વડાપ્રધાન મોદીને જે તસવીર ભેટમાં આપવામાં આવી તેમાંથી એકમાં વડાપ્રધાન મોદી પોતાની માતાના ચરણોમાં બેઠેલા જોવા મળ્યા અને તેમની માતા તેમની સાથે કંઈક વાતો કરતાં જોવા મળે છે. તો બીજી તસવીરમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબેન તેમના ખભ્ભા પર હાથ રાખીને તેમને પ્રેમ કરતાં જોવા મળી રહ્યાં છે. દુનિયામાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે આજે એટલે કે 12 મેનાં રોજ ઉજવવામાં આવી રહ્યો છે.
હાલમાં જ વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની માતાને યાદ કરતા ભાવુક થયા હતા. વડાપ્રધાન મોદીના માતા હીરાબેનનું ગત વર્ષે નિધન થઈ ગયું. ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પહેલી લોકસભા ચૂંટણી છે જેમાં તેઓ પોતાની માતાને પગે લાગ્યા વગર ઉમેદવારી પત્રક ભરવા જશે. વડાપ્રધાન મોદી 14 મેનાં રોજ વારાણસીમાં ઉમેદવારી પત્રક ભરશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 - લોકસભા ચૂંટણી 2024 - Loksabha Election 2024 PM Modi Visit Hubli West Bengal - PM Modi At West bengal 2024 - on mothers day pm narendra modi gifted portraits of his late mother heerabaa at poll rally in west bengal - પીએમ નરેન્દ્ર મોદી માટે મધર્સ ડે પર સરપ્રાઈઝ ગીફટ