
Happy Mothers Day 2024 Wishes in Gujarati : મધર્સ ડે પર માતાને આ સુંદર મેસેજ મોકલી આપો અભિનંદન
Happy Mothers Day 2024 Wishes in Gujarati : મધર્સ ડે એટલ કે માતૃત્વ દિવસ માતા પ્રત્યે પ્રેમ, માન - સમ્માન વ્યક્ત કરવાનો અને તેમની મહેતન,સમર્પણ અને ત્યાગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. મધર્સ ડે દર વર્ષે મે મહિનામાં બીજા રવિવારે દુનિયાભરમાં ઉજવાય છે. મધર્સ ડે એટલે કે માતૃત્વ દિવસ દુનિયાની તમામ માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. માતાના પ્રેમ અને ત્યાગનું ઋણ કોઇ ચૂકવી શકે તેમ નથી. આથી જ મધર્સ ડે ઉજવાય છે. અહીં આપેલા મધર્સ ડે શુભકામના સંદેશ મોકલી તમારા માતા માટે આ દિવસને ખાસ બનાવી શકો છો. | Happy Mothers Day Wishes Quotes, Shayari, Messages In Gujarati
માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. કોઈ એક દિવસને માતાના નામે કરવો પૂરતું નથી. પરંતુ, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના આ યુગમાં મધર્સ ડેની ઉજવણીની પ્રથા વધી ગઈ છે. જેના કારણે ઘણાં લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. મધર્સ ડેની શરૂઆત Anna Jarvis નામની અમેરિકન મહિલાએ કરી હતી. એનાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો. જે માતાથી ઘણી પ્રેરિત હતી. તેણે માતાને માન આપવા માટે મધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરી. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે પણ કહેવામાં આવે છે.
• તબિયત તો બધા પૂછી લે છે પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે.
• “માં” થી કોઈ મોટું નહી, જળધર કે જગદીશ
સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલીયા.
પ્રભુ હરીને પૂજતા, માતા કદાચ નો મળે;
‘માં’ ની સેવાથી મળે, ઇશ્વર પોતે આલીયા.
Happy Mothers Day Maa..
• તારા લીધે જન્મ થયો મેં આ વિશ્વ જોયું, કેવી રીતે ચૂકવું તારૂં રૂણ, અનંત જન્મોનો કૃતજ્ઞ હું.
• લબોં પે ઉસકે કભી બદદુઆ નહીં હોતી બસ એક માં હૈ જો મુઝસે ખફા નહીં હોતી..
• જ્યારે શબ્દો નિષ્ફળ જાય છે ત્યાં માની મમતા બોલે છે
• જે બનાવી નાખે બધા બગડેલા કામ માતાના ચરણોમાં છે ચારો ધામ
• ઉસકે રહતે જીવન મેં કોઈ ગમ નહી હોતા દુનિયા સાથ દે ના દે પર મા કા પ્યાર કભી કમ નહી હોતા
• 'મા' કહેતાં મોઢું ભરાય, 'મા'થી મોટું કોઈ નહીં, મા તે મા ને બીજા વનવગડાના વા.
• માતાના ખોળામાં ખબર નથી શું જાદુ છે કે, તેમાં સંતાઈને બધા દુ:ખ દૂર થઈ જાય છે.
હેપ્પી મધર્સ ડે 2024!!
• મંઝિલ દૂર છે અને સફર ઘણી છે, નાની જીંદગીની ચિંતા ઘણી છે,
મારી નાખતી આ દુનિયા ક્યારની આપણને પરંતુ માતાની પ્રાર્થનામાં અસર ઘણો છે!
Happy Mother's Day Maa!
• તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ આભાર.
• દરેક સંબંધમાં ભેળસેળ જોઈ
કાચા રંગોનો શણગાર જોયો
પરંતુ વર્ષોવર્ષ જોયું છે
માતાના ચહેરા પર ક્યારેય થાક જોયો નથી
ન સ્નેહમાં ક્યારેય ભેળસેળ જોઈ!
Happy Mother's Day Maa!
• માતાના હાથમાં મન્નત છે
માતાના ચરણોમાં સ્વર્ગ છે!
હેપ્પી મધર્સ ડે!!
• આત્માના સંબંધોની આ ગહરાઈ તો જુઓ
વાગે છે અમને અને બૂમો પાડે છે મા
અમે ખુશીઓમાં માતાને ભલે ભૂલી જઈએ
પણ જ્યારે મુસીબત આવી જાય તો યાદ આવે છે મા
Happy Mother’s Day
• દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે,
જેની સામે પડકાર પણ નમી જાય છે,
તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે.
• બનાવટી લોકો અને બનાવટી લાગણીઓથી ભરેલી આ દુનિયામાં એકમાત્ર વાસ્તવિક વસ્તુ એ બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ છે.
મધર્સ ડે પર દરેક વ્યક્તિ પોતાની માતા પ્રત્યે માન - સમ્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. મધર્સ ડે પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મધર્સ ડે પર તમે તમારી માતાને મનગમતી ચીજ ગીફ્ટ આપીને, મનપસંદ સ્થળે ફરવા લઇ જઇ, ફેવરિટ પુસ્તક આપી કે ફિલ્મ જોવા લઇ કે પરિવાર અને માતાના મિત્રો સાથે ગેટ ગુધેર રાખી માતૃત્વ દિવસને યાદગાર બનાવી શકો છો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - Happy Mothers Day 2024 Wishes in Gujarati - Happy Mothers Day Wishes Quotes, Shayari, Messages In Gujarati - માતૃ દિવસની શુભકામનાઓ - માતા દિવસની શુભેચ્છાઓ - મા વિશે શાયરી વાક્યો ગુજરાતીમાં - ahmedabad gujarati news, gujarat news ahmedabad, gujarati ahmedabad news, gujarati news surat, gujarat news surat, gujarat surat news, rajkot news gujarati, news from rajkot, news of rajkot, rajkot news - news rajkot, gujarat news rajkot, gujarati news gujarati, Gujarati Latest News તાજા સમાચાર, આજના ગુજરાતી સમાચાર, Gujarati news, Latest Gujarati news, Gujarati news portal, ગુજરાતી સમાચાર, આજના સમાચાર