
IPL 2024 - KKR In The Playoffs : IPL 2024ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. વરસાદને કારણે 16-16 ઓવરની રમાયેલ મેચમાં KKRએ MIને જીતવા 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે મુંબઈ 139 રન જ બનાવી શકી અને આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.
ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે 16-16 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 157 રન બનાવ્યા જેમાં વેંકટેશ અય્યરે સૌથી વધુ 42 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ તેની 16 ઓવરમાં માત્ર 139 રન જ બનાવી શકી હતી. આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કોલકાતા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.
મુંબઈને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી પરંતુ હર્ષિત રાણાએ પ્રથમ બોલ પર નમન ધીરને અને ત્રીજા બોલ પર તિલક વર્માને આઉટ કરીને રમતનો અંત આણ્યો હતો.કોલકાતાના 12 મેચમાં 18 પોઈન્ટ છે અને ટીમ પહેલા પ્લેઓફમાં પહોંચી છે. પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સને તેની 13મી મેચમાં નવમી હારનો સામનો કરવો પડ્યો હતો.
Note : All The Photos In These Article Taken From Ipl Broadcasters Jio Cinema And Star Sports For News Blog Only
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Final Match Date - IPL 2024ની ફાઈનલ મેચ , IPL 2024 Match Day - ipl 2024 Qualify match - ipl 2024 news - when ipl 2024 Playoff Match start - when is ipl 2024 Final Match - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ફાઈનલ ક્યારે છે ? - kkr beat mi by 18 runs at eden gardens and become first team to qualify for playoffs - IPL 2024 - KKR In The Playoffs : Ipl Live Updates