
When Monsoon Arrives In Gujarat : અખાત્રીજના શ્રીગણેશ કર્યા બાદ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Weather Expert Ambalal Patel) આ વર્ષના ચોમાસા અંગે આગાહી કરી (Rain Forecast For Gujarat) છે કે, ચોમાસું વહેલું આવી શકે છે. 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે. આમ 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. જુલાઈ અને ઓગષ્ટમાં મહિના દરમિયાન પણ ખેડૂતોએ વરસાદની રાહ નહીં જોવી પડે એવી આગાહી પણ દર્શાવવામાં આવી છે. ચોમાસાની શરુઆતથી જ વાવણીલાયક વરસાદ રહેવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળેલા છે, જેનાથી વહેલું ચોમાસું બેસશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં 700mm કરતા વધારે વરસાદ થશે.
આ સાથે આવતીકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે મુજબ 10થી 14 મે સુધી ઘણા ભાગોમાં ધૂળિયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, બોડેલી, કપડવંજ, નડિયાદ, ખેડા સહિતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યા વધુ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ પવનની ગાજવીજ રહશે. ઉત્તર ભારતમાં ખતરનાક ગાજવીજ પવન રહશે. જેની અસર ગુજરાતમાં સરહદના ભાગો મહારાષ્ટ્રના ભાગોમાં દેખાશે. આ બાદ 14 થી 17 મેંના રોજ આકરી ગરમી રહશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડીગ્રી તાપમાન જઈ શકે છે. પાલનપુર, ડીસા, થરાદ, ઇકબાલગઢ, કાકરેજમાં ધૂળ સાથે ગરમીનું પ્રમાણ વધારે રહશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel Forecast - Gujarat Weather Update - gujju news channel - When monsoon arrives in gujarat ambalal patel predicts Agahi News relief for farmers - Ambalal Patel Agahi - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે? - ખેડૂતો માટેના સમાચાર - Gujarat rain forecast - gujarat weather expert ambalal patel date wise rain prediction in april rain forecast - અંબાલાલ પટેલની આગાહી - ગુજરાતમાં વરસાદની આગાહી - Gujarat rain forecast