
GSEB SSC 10th Result 2024 Date Announced : ગુજરાત બોર્ડે ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. 8 વાગ્યાના ટકોરા પર પરિણામ વેબસાઈટ પર મૂકી દેવાયું હતું. રીઝલ્ટની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આખરે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષનું ધોરણ 10નું પરિણામ 82.56 ટકા રહ્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને હાલ પરિણામ જોવા મળી રહ્યું છે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મૂકાયું છે. સાથે જ 6357300971 નંબર પર ધોરણ 10નું પરિણામ ઉપલબ્ધ છે. માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 ની પરીક્ષા લેવામાં આવી હતી. આજે ધો. 10 નું પરિણામ જાહેર થતા શાળાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક તેમત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ ધો.12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધો. 10 માં કુલ 9.17 લાખ વિદ્યાર્થીઓએ 981 કેન્દ્રોનાં 31829 પરીક્ષા આપી હતી.
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે.
સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો.
નવો SMS ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ
ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો
“Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે
“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે
ધોરણ 10માં ગત વર્ષ કરતાં આ વર્ષે 18 ટકા જેટલું વધારે પરિણામ આવ્યું છે. આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે અને 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે.
A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 1,18,710 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1,43894 વિદ્યાર્થી, C1 ગ્રેડમાં 1,34,432 વિદ્યાર્થી, C2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી, D ગ્રેડમાં 6,110 વિદ્યાર્થી અને E1 ગ્રેડમાં 18 વિદ્યાર્થીઓ છે.
ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજાર 247 છે. A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 હજાર 893 છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 18 હજાર 710 છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 43 હજાર 894 છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 34 હજાર 432 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 72 હજાર 252 છે.D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર 110 છે.
ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ આવ્યું છે. ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે. તો ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે. બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી નાપાસ થયા તો વિજ્ઞાનમાં 81382, અંગ્રેજી દ્વિતિયમાં 44703 નાપાસ અને સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 388 વિદ્યાર્થી નાપાસ થયા છે.
આ વર્ષે રાજકોટ જિલ્લાનું 85.23 ટકા પરિણામ રહ્યું હતું. 2791 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા. અને 6372 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ 12ટકાથી વધુ પરિણામ આવ્યું છે. રાજકોટ 116 શાળાઓમાં 100ટકા પરિણામ આવ્યું છે. આ સાથે જ રાજકોટની 4 શાળાઓનું શુન્ય પરિણામ આવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - GSEB SSC Board Result 2024 : gshseb SSC result updates in gujarati - 10th SSC Board Result 2024 : 10 રિઝલ્ટ - 10 રીઝલ્ટ વેબસાઈટ - GSHEB Board 10 Result 2024 Website - GSEB Board 10 Commerce Result 2024 Website - SSC Board Result 2024 - Gujarat Secondary and Higher Secondary Eduction Board 10th SSC Board Result 2024