• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • રાહુલ ગાંધીએ કેમ પોતાની જૂની લોકસભા બેઠક અમેઠી છોડીને રાયબરેલીથી નોંધાવી ઉમેદવારી ? કોંગ્રેસના દિગ્ગજો રહ્યા ગેરહાજર..!

રાહુલ ગાંધીએ કેમ પોતાની જૂની લોકસભા બેઠક અમેઠી છોડીને રાયબરેલીથી નોંધાવી ઉમેદવારી ? કોંગ્રેસના દિગ્ગજો રહ્યા ગેરહાજર..!

04:58 PM May 03, 2024 admin Share on WhatsApp



Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, વહુ રોબર્ટ વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ પ્રદર્શન સાથે રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે.  સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. રાયબરેલીમાં રાહુલ ગાંધી સામે ભાજપના દિનેશ પ્રતાપનો જંગ છે. જોકે રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 

► રાહુલ ગાંધીએ કેમ બેઠક બદલાવી ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ બેઠક પર મતદાન સંપન્ન થઈ ગયું છે ત્યારે આજે તેમણે રાયબરેલી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પરથી અને કિશોરી લાલને અમેઠીની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, 2019માં અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. અને રાહુલ ગાંધી પોતાની સુરક્ષિક સીટ વાયનાડ પરથી જીત્યા હતા. એવામાં રાહુલ ગાંધી ફરી કોંગ્રેસની સુરક્ષીત સીટ પરથી લડવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ માટે હાલના સમયની સુરક્ષીત સીટ રાયબરેલી હોવાથી ત્યાંથી તેઓ લડી રહ્યા છે. જોકે આ સીટ પર ભાજપના સ્થાનિક આગેવાન દિનેશ પ્રતાપ પણ પોતાની લડાઈ લડશે. 

► રાયબરેલી અને અમેઠીમાં 20મી મેએ મતદાન થશે

રાયબરેલી અને અમેઠી બેઠકો માટે 20 મેના રોજ જ મતદાન થશે. ચોથી જૂને મતગણતરી થશે. અગાઉ અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે પહેલા એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો.

► 2004થી ચૂંટણીના રાજકારણમાં છે રાહુલ ગાંધી

2004થી ચૂંટણીના રાજકારણમાં જોડાયેલા રાહુલ ગાંધીએ અમેઠી લોકસભા સીટ પરથી સૌથી વધુ ચાર વખત ચૂંટણી જીતી છે. તેઓ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી બે વખત ઉમેદવાર રહી ચૂક્યા છે. રાહુલ ગાંધી 2004, 2009 અને 2014માં અમેઠી લોકસભા સીટ પરથી જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2019માં તેમને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં અમેઠીમાં મામલો અટવાયેલો જોઈને રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પર ગયા હતા ત્યાંથી તેને વિજય મળ્યો. તે લોકસભા ચૂંટણી 2024માં વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ વખતે તેમને આ સીટ પર સીપીઆઈ(એમ) તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ રાયબરેલીને રાહુલ માટે સુરક્ષિત બેઠક માની રહી છે. રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી પહેલીવાર અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની સાથે અરુણ નેહરુ પણ અહીંથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ગાંધી પરિવારને વારસામાં મળેલી સીટ પર રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 - લોકસભા ચૂંટણી 2024 - Congress Supremo Rahul Gandhi Files Nomination At raebareli seat - Rahul Gandhi Loksabha Election Seat - Congress News - Latest Election And Politics News In Gujarati 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્રદૂષણનો કેર, AQI 441 પર પહોંચતાં જ GRAP-4 લાગુ, કન્ટ્રક્શન સહિત આ ચીજો પર પ્રતિબંધ

  • 13-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 ડિસેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-12-2025
    • Gujju News Channel
  • ભારતમાં સૌથી પહેલા મરચાં કોણ લાવ્યું? તેનો ઈતિહાસ જાણીને નવાઈ પામશો
    • 13-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-12-2025
    • Gujju News Channel
  • IPL 2026 Auction Live Streaming: IPL 2026 મીની ઓક્શન માટે ફેન્સમાં ઉત્સાહ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    • 11-12-2025
    • Gujju News Channel
  • ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની સમયમર્યાદા લંબાવી
    • 11-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-12-2025
    • Gujju News Channel
  • પાઇલટ બનવા માટે 12મા ધોરણ પછી શું કરવું પડશે ? જાણો નોકરી મળ્યા પછી તમને કેટલા પૈસા મળે છે
    • 08-12-2025
    • Gujju News Channel
  • Shortage Of Men: આ દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષોની ભારે અછત, પતિને ભાડેથી લેવાના દિવસો આવી ગયા
    • 08-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us