
Baba Ramdev Patanjali : સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકારે (Uttarakhand Government) યોગ ગુરુ બાબા રામદેવ ( Baba Ramdev) ની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસી (Patanjali Ayurveda and Divya Pharmacy) કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ (banned 14 products) લગાવી દીધો છે. આને બાબા રામદેવ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટરે આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધમાં કફની દવા (Cough Medicine) અને અનેક પ્રકારની ગોળીઓનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ સરકાર (Uttarakhand Government) ના લાયસન્સ ઓથોરિટી (licensing authority) દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસી (Patanjali Ayurveda and Divya Pharmacy) વતી ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ભ્રામક જાહેરાત અંગે ધામી સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પતંજલિને તેના કેટલાક ઉત્પાદનોની ગેરમાર્ગે દોરતી જાહેરાતો રોકવાના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ફટકાર લગાવી હતી. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ આજે 30 એપ્રિલના રોજ મંગળવારે પતંજલિ કેસની સુનાવણી કરશે અને તે નક્કી કરશે કે બાબા રામદેવ (Baba Ramdev) પર અવમાનનાનો આરોપ મૂકવો જોઈએ કે નહીં. પતંજલિએ ઉત્પાદનો પર પ્રતિબંધને લઈને કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.
ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાઇસન્સિંગ ઓથોરિટીએ બાબા રામદેવ (Baba Ramdev) ની પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભ્રામક જાહેરાતના મામલામાં દિવ્યા ફાર્મસીના આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
♦ શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, બ્રોનકોમ, શ્વાસરી પ્રવાહી, શ્વાસરી અવલેહા, મુક્તાવટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિટ, આઈડ્રોપ, આઈગ્રિટ ગોલ્ડ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર
• Swasari Gold
• Swasari Vati
• Shwasari Pravahi
• Shwasari Avaleha
• Divya Bronchom
• Mukta Vati Extrapower
• Lipidom
• Bpgrit
• Madhugrit
• Madhunashini Vati Extrapower
• LivamritAdvance
• Livogrit Vital
• Eyegrit Gold
• Drishti Eye Drop
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા બાબા રામદેવ અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો બતાવવા અને જારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2022ના રોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર 2023ના રોજ પતંજલિને કોઈપણ ઉત્પાદનની ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશો છતાં જાહેરાતો બતાવવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરી 2024ના રોજ પતંજલિને ફટકાર લગાવી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ અને બાબા રામદેવ ભ્રામક જાહેરાતો બતાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે. એવું કેવી રીતે કહી શકાય કે પતંજલિની દવાઓ રોગોને 100 ટકા મટાડી શકે છે? શું આ માટે કોઈ નક્કર પુરાવા છે? સુપ્રીમ કોર્ટે 19 માર્ચ અને 2 એપ્રિલે પણ આ કેસની સુનાવણી કરી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Baba Ramdev Patanjali - Swasari Gold • Swasari Vati • Shwasari Pravahi • Shwasari Avaleha • Divya Bronchom • Mukta Vati Extrapower • Lipidom • Bpgrit • Madhugrit • Madhunashini Vati Extrapower • LivamritAdvance • Livogrit Vital • Eyegrit Gold • Drishti Eye Drop - (Supreme Court) Uttarakhand Government Baba Ramdev Patanjali Ayurveda and Divya Pharmacy banned 14 products Cough Medicine Uttarakhand Governmentlicensing authority Patanjali Ayurveda and Divya Pharmacy