
Electric Car: માત્ર રૂ.5માં 60 કિમી દોડશે આ ઈલેક્ટ્રિક કાર, 65 વર્ષના વૃદ્ધે ઘરે બેઠા સામાન્ય લોકો માટે બનાવી કાર...
કેરળના 67 વર્ષના એક વ્યક્તિએ ફરી એકવાર સાબિત કરી દીધું કે 'સારું કરવાની કોઈ ઉંમર હોતી નથી'. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને પ્રદુષણની સમસ્યાને જોતા દુનિયા હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહી છે. એવામાં 67 વર્ષના આ વ્યક્તિ માટે ઘરે બેસીને ઈલેક્ટ્રિક કાર બનાવવી એ કોઈ જાદુથી ઓછું નથી.
►5 રૂપિયામાં દોડશે 60 કિમી
જી હા, કેરળના કોલ્લમ જિલ્લાના રહેવાસી એન્ટની જ્હોને પોતાના ઘરે આવી ઇલેક્ટ્રિક કાર બનાવી છે, જે માત્ર 5 રૂપિયામાં 60 કિમી દોડવાની શક્તિ ધરાવે છે. તેની સાથે આ કારમાં 2 થી 3 લોકો આરામથી બેસી શકે છે. એન્ટોનીએ આ ઈલેક્ટ્રિક કાર બનાવવામાં 4.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
►સમસ્યામાંથી કારનું થયુ સર્જન
એન્ટની જ્હોનનો વીડિયો વિલેજ વર્થા નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો, જેના પર કાર્ટોક સાઇટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે એન્ટોની વ્યવસાયે કરિયરના સલાહકાર છે. તેને રોજની 60 કિલોમીટરની મુસાફરી કરીને તેની ઓફિસ જવું પડતું હતું. આ માટે તે ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. પરંતુ વરસાદી કે ગરમીના દિવસે તેમને બાઈક ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, 2018 માં, તેમના મગજમાં ઇલેક્ટ્રિક કાર બનાવવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે આવી કાર બનાવીને તેના આવવા-જવાના ખર્ચમાં ઘટાડો થશે અને તે અન્ય મુશ્કેલીઓથી પણ બચી શકશે. આ માટે એન્ટોનીએ ઈન્ટરનેટ પરની તમામ માહિતી એકઠી કરી અને આ કાર માટે ઇલેક્ટ્રિક મોટર, બેટરી અને અન્ય જરૂરી સાધનો દિલ્હીથી મેળવ્યા.
►ડ્રીમ કારને આ રીતે તૈયાર કરી
આ ડ્રીમ કાર બનાવવા માટે, એન્ટોનીએ એક ગેરેજનો સંપર્ક કર્યો અને ત્યાંના મિકેનિક્સ સાથે ઈલેક્ટ્રિક કારનો તેમનો આઈડિયા અને ડિઝાઇન શેર કર્યો. તેમનો આ પ્રોજેક્ટ વહેલો પૂરો થયો હોત પરંતુ કોરોનાના કારણે તેમાં વિલંબ થયો. જો કે થોડા સમય પહેલા તેણે પોતાનું સપનું સાકાર કર્યું અને તેની પહેલી ઇલેક્ટ્રિક કાર તૈયાર કરી.
એન્ટોનીની આ ઇલેક્ટ્રિક કારમાં સ્ટિયરિંગ, બ્રેક્સ, ક્લચ, એક્સિલરેટર, હેડલાઇટ, ફોગ લેમ્પ્સ, ઇન્ડિકેટર તેમજ ડ્રાઇવિંગ સીટની પાછળ 2-3 બાળકોને બેસવાની સુવિધા આપે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તમે તેને આરામથી ઓપરેટ કરી શકો છો. આ કારની સાઈઝ નાની હોવાને કારણે જ્યાં સામાન્ય કાર ન લઈ શકાય ત્યાં પણ આ કારને લઈ જઈ શકાય છે. આ કારની મહત્તમ સ્પીડ 25 kmph છે. આ સાથે તેની બેટરી રેન્જ 60 કિલોમીટરની છે. ખાસ વાત એ છે કે તેને ફુલ ચાર્જ થવામાં વધુ સમય નથી લાગતો...
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - innovative car