
Atal Sarovar Rajkot : રંગીલા રાજકોટીયનોને વધુ એક ફરવાનું સ્થળ અટલ સરોવર ૧ મે ગુજરાત સ્થાપના દિવસથી મળવા જઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા મનપા તંત્ર દ્વારા ગત મહિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાવવામાં આવ્યુ હતુ. મનપા તંત્ર દ્વારા અગાઉ જાહેર થયા મુજબ તા.૧નાં બુધવારથી શહેરીજનો માટે અટલ સરોવર ખુલ્લુ મુકાશે. આ સરોવરમાં પ્રવેશ માટે મોટાની રૂ.૨૫ અને બાળકો માટે રૂ.૧૫ ફી લેવામાં આવશે.
મનપા તંત્રનાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ હાલ વિવિધ રાઇડસ ચાલુ નહિ થાય અને સરોવરનો સમય સહિતની વિગત આગામી સમયમાં નીર્ણય થશે કરાશે. શહેરમાં કાલાવડ રોડ અને જામનગર રોડ વચ્ચે નવા રીંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા સરકારની સહાયથી ‘અટલ સરોવર' નામના નવા જોવા, જાણવા અને માણવા લાયક સ્થળનો ઉમેરો થઇ રહ્યો છે.
૨૦૧૯થી અટલ સરોવરનું કામ ચાલી રહ્યું છે. વિશાળ અટલ સરોવર ઉપરાંત વિવિધ રાઇડસ, નયનરમ્ય બગીચા, આંતરિક પાકા રસ્તા, વોકીંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, ફૂડ કોર્ટ, ગ્રામીણ કુટિર વગેરે આકર્ષણો જોવા મળશે. મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.સ્માર્ટ સીટી એટલે કે રૈયા ટી.પી. સ્કીમ નં. ૩૨માં મનપા દ્વારા બેનમૂન અટલ સરોવરનું નિર્માણ ૧૩૬ કરોડના ખર્ચે થઇ રહ્યું છે. ૨ાા વર્ષ અગાઉ આ પ્રોજેકટનું ખાતમુહુર્ત થયેલ. જેનું ૭૦ ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. એટલે કે સરોવરની મુખ્ય માળખાકિય સુવિધાઓનું કામ લગભગ થઇ ગયું છે.
હવે બાકીની એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે સુવિધાનું કામ જ બાકી છે જે પૂર્ણ કરવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે અને આગામી બે મહિનામાં જ ‘અટલ સરોવર'લોકો માટે ખુલ્લુ મુકવા તંત્ર થનગની રહ્યું છે. ભારત સરકારશ્રીની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ૧૦૦ શહેરો પૈકી રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસીત કરવાનું નક્કી થયેલ જે અન્વયે રાજકોટ મહાનરપાલિકાએ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમીટેડ કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે.વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મૃત્યુ થયા બાદ સરકાર દ્વારા બોટીંગ માટે નવી એસઓપી બનાવવામાં આવી છે. જેની અમલવારી કરવી ફરજીયાત હોય હાલ અટલ સરોવરમાં બોટીંગ શરૂ કરવામાં આવશે નહિં. આ ઉપરાંત ફજેત ફાળકા શરૂ કરવા માટે પણ એનઓસી મેળવવા સહિતની કામગીરી ચાલી રહી હોવાના કારણે તેનો પણ પ્રારંભ કરવામાં આવશે નહિં. ટોય ટ્રેન માટેની કામગીરી પણ હાલ બાકી હોવાના કારણે તે પણ શરૂ થશે નહિં. માત્ર અટલ સરોવરમાં લોકો માટે મ્યુઝિકલ ફાઉન્ટેન હાલના ધોરણે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તમામ રાઇડ્સ શરૂ કરાશે.
અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી. છે. જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર ૯૨,૮૩૭ ચો.મી. છે. આશરે ૧૩૬ કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવી રહ્યુ છે અને એજન્સી દ્વારા ૧૫ વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે. જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઈકલ ટ્રેક, ર્પાકિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરીસવ્હીલ, એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. અટલ સરોવર ડેવલોપમેન્ટથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહેશે. 1.ગાર્ડન | 2.લેન્ડસ્કેપિંગ | 3.બોટોનિકલ ગાર્ડન | 4.બોટોનિકલકલોક | 5.સાઇકલ ટ્રેક | 6.ર્પાકિંગ એરીયા | 7.વોકવે | 8.પાર્ટી પ્લોટ | 9.ટોયટ્રેઇન |
સાતમ-આઠમના તહેવાર સુધીમાં ફૂલ ફ્લેઝમાં અટલ સરોવર કાર્યરત થઇ જાય તે દિશામાં કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ પ્રથમ એવો પ્રોજેક્ટ હશે કે લોકાર્પણ કરાયાના બે મહિના બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે જ ઉતાવળે અધૂરા કામે અટલ સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. સમય અને સપ્તાહમાં ક્યા વારે અટલ સરોવર બંધ રહેશે તે અંગેની ઘોષણા ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot news - where is Rajkot located - રાજકોટ જિલ્લાના સમાચાર - રાજકોટ ના તાજા સમાચાર - રાજકોટ જીલ્લો - રાજકોટ ના લાઇવ સમાચાર - રાજકોટ જિલ્લાના લાઇવ સમાચાર - રાજકોટ ન્યૂઝ - rajkot politician - rajkot mp list - gujju news channel - રાજકારણ સમાચાર - Atal Sarovar Rajkot Start Date 2024 - Inaugurate Atal Sarovar Rajkot