• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • Covid Vaccine : તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાવધાન, કોર્ટમાં કંપનીએ સ્વિકારી ખામી કહ્યું, "આવી શકે છે હાર્ટ એટેક"

Covid Vaccine : તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાવધાન, કોર્ટમાં કંપનીએ સ્વિકારી ખામી કહ્યું, "આવી શકે છે હાર્ટ એટેક"

08:16 AM April 30, 2024 admin Share on WhatsApp



AstraZeneca Covid Vaccine Side Effects: કોરોના મહામારી દરમિયાન લોકોને બિમારીથી બચવા માતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસી લગાવવામાં આવી હતી. ભારતમાં આ વેક્સીનનું ઉત્પાદન અદાર પૂનાવાલાના સીરમ ઇંસ્ટિટ્યૂટે કર્યું હતું. ત્યારબાદ ભારત સહિત દુનિયાભરના કરોડો લોકો લગાવી હતી. મહામારીના લગભગ 4 વર્ષ બાદ એસ્ટ્રાજેનેકાએ સ્વિકાર્યું કે તેમની કોવિશિલ્ડ વેક્સીન ( Covishield Vaccine Side Effects In gujarati ) લોકોમાં દુર્લભ દુષ્પ્રભાવ પેદા કરી શકે છે. 

► કોવિશીલ્ડની રસીથી આવી શકે છે હાર્ટ એટેક!

એક કાયદાકીય કેસમાં એસ્ટ્રાજેનેકાએ સ્વિકાર્યું કે તેના લીધે કોરોના વેક્સીન જેને દુનિયાભરમાં કોવિશીલ્ડ અને વેક્સજેવરિયા બ્રાંડ નામથી વેચવામાં આવી હતી, તે લોકોના લોહીના ગઠ્ઠા જામવા સહિત ઘણા દુષ્પ્રભાવ પેદા કરી શકે છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો, તે હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે છે. કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટએટેક કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું - astrazeneca covid vaccine covishield company confession in court vaccine can cause Heart attack

► કોર્ટમાં કેવી પહોંચ્યો કેસ?

બ્રિટનમાં જેમી સ્ટોક નામના એક વ્યક્તિએ એસ્ટ્રાજેનેકા કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. તેમનું કહેવું છે કે એસ્ટ્રાજેનેકા વેક્સીનની વેક્સીન લગાવ્યા બાદ તે બ્રેન ડેમેજનો શિકાર થયા હતા. તેમની માફક જ ઘણા અન્ય પરિવારોને પણ વેક્સીનની સાઇડ ઇફેક્ટને લઇને કોર્ટમાં કંપ્લેટ્ન ફાઇલ કરી છે. તેમનું કહેવું છે કે આ રસી લગાવવા માટે તેઓ ઘણા પ્રકારની શારીરિક વિકૃતિઓનો સામનો કરી રહ્યા છે, જેના વિશે પહેલા કહેવામાં આવ્યું ન હતું. આ પરિવારો હવે રસી અંગે તેમને પડતી સમસ્યાઓ માટે વળતરની માંગ કરી રહ્યા છે.

► કોર્ટમાં એસ્ટ્રાઝેનેકાની કબૂલાત

યુકે હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરતી વખતે કંપનીએ સ્વીકાર્યું કે, ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં તેમની રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે. જેના કારણે લોકોને હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. આ કબૂલાત છતાં કંપની વળતરની લોકોની માંગનો વિરોધ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આટલા મોટા પાયા પર રસીકરણ પછી કેટલાક લોકોમાં આ સમસ્યા આવી શકે છે.

► કંપનીએ ચૂકવવું પડી શકે છે મોટું વળતર

AstraZeneca-Oxford રસી સલામતીની ચિંતાઓને કારણે યુકેમાં હવે આપવામાં આવતી નથી. હાલ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. જો કોર્ટ અરજદારોનો દાવો સ્વીકારે તો કંપનીને મોટી રકમ ચૂકવવી પડી શકે છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - astrazeneca covid vaccine covishield company confession in court vaccine can cause Heart attack



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us