IPL 2024 Live News Update : IPL 2024માં રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (IPL 2024 CSK vs SRH) વચ્ચે મેચ રમાઈ. આ મેચ ચેન્નાઈના ઘરેલું મેદાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાઈ. ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni Instagram Story) પણ આ મેચને જોવા માટે સ્ટેડિયમ પહોંચી હતી. આ મેચની વચ્ચે જ સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી નાખીને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ખાસ માંગ કરી નાખી.
► IPL 2024 KKR Team : SRKની IPL ટીમમાં વિદેશી ખેલાડીઓ શું ખુશ નથી? ડેવિડ વિઝનો ચોંકાવનારો દાવો..!
વાસ્તવમાં મેચ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગ કરી રહી હતી. ત્યારે સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી, જેમાં તેમણે CSK ટીમને ફટાફટ મેચ પૂરી કરવાની વિનંતી કરી હતી. તેમની સ્ટોરીમાં સાક્ષી ધોનીએ સંકેત આપ્યો કે ધોની પરિવારમાં એક નવું મહેમાન આવવાનું છે. તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી જાણવા મળે છે કે સાક્ષી ધોની જલ્દી ફઈ (ફઈબા) બનવા જઈ રહ્યા છે. સાક્ષી ધોનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. CSK તરફથી બેટિંગ કરતા કેપ્ટન રુતુરાજ ગાયકવાડે સૌથી વધુ 98 રન બનાવ્યા, જોકે તેઓ તેમની બીજી બેક ટુ બેક IPL સદી ચૂકી ગયા. પોતાની ઈનિંગ દરમિયાન ગાયકવાડે 10 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય ડેરિલ મિશેલે 52 રનની અણનમ ઇનિંગ રમી હતી અને શિવમ દુબેએ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. 213 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 18.5 ઓવરમાં માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી એડન માર્કરામે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. CSK માટે બોલિંગ કરતી વખતે તુષાર દેશપાંડેએ સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય મતિશા પથિરાના અને મુસ્તાફિઝુર રહેમાને 2-2 વિકેટ લીધી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Latest News - IPL 2024 Match Day - ipl 2024 first match - ipl 2024 news - when ipl 2024 will start - when is ipl 2024 starting - આઈપીએલ મેચ 2024 - આઈપીએલ મેચ લાઇવ - આઈપીએલ સ્કોર - આઈપીએલ ક્યારે ચાલુ થશે - IPL 2024 Story - "Baby is on the way please finish match fast" Sakshi Singh Dhoni shares surprising Insta story