
Innovative Idea: હરિયાણાના રોહતકમાં મદીના નામનું ગામ છે. અહીં રહેતા ડૉક્ટર શિવદર્શન મલિકે એક એવું ઘર બનાવ્યું છે જ્યાં ઉનાળામાં ACની જરૂર પડતી નથી. તેની ખાસ વાત છે કે મલિકે આ અનોખા ઘરને બનાવવામાં ગાયના છાણનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જાણીએ કેવી રીતે તેમણે છાણની ઈંટ અને વૈદિક પ્લાસ્ટર બનાવીને આ ઘર બનાવ્યું...
►ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાની પદ્ધતિ ક્યાંથી આવી?
શિવદર્શને કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે. અભ્યાસ બાદ તેણે પ્રોફેસરની નોકરી પણ કરી. અને આ સમય દરમિયાન તેણે ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો અને 2000માં IIT દિલ્હી સાથે એક પ્રોજેક્ટ પર કામ કર્યું. આ અંતર્ગત તેમણે ગાયના છાણ અને એગ્રી વેસ્ટના ફાયદા વિશે અભ્યાસ કર્યો..
►ડૉક્ટર શિવદર્શન મલિકને કેવી રીતે મળી સફળતા?
ડૉ. શિવદર્શન મલિકને અમેરિકા જવાનો મોકો મળ્યો. ત્યાં તેમણે જોયું કે, ભાંગના પાનમાં ચુનો ભેળવીને ઈંટ બનાવવી શક્ય છે. આ સાથે તેમણે ગાયના છાણમાંથી પ્લાસ્ટર બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આખરે, તે ગાયના છાણ સાથે ગ્વારગમ, જીપ્સમ, માટી અને ચૂના પાવડરને મિશ્રિત કરીને વૈદિક પ્લાસ્ટર તૈયાર કરવામાં સફળ રહ્યા.
►સિમેન્ટની જગ્યાએ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ થતો હતો
આગળ, તેમણે સિમેન્ટની જગ્યાએ આ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો અને એક ખાસ પ્રકારનું ઘર બનાવ્યું. તેમના દ્વારા બનાવેલું આ ઘર સિમેન્ટના ઘર કરતા ખુબ સસ્તું છે અને સાથે ઉનાળામાં ઘર અંદરથી ઠંડુ પણ રહે છે. ત્યારે ડો.શિવદર્શન મલિકના ઘરને જોવા માટે હવે દૂર-દૂરથી લોકો આવે છે. અને વિદેશમાં પણ તેમના કામની ચર્ચા થાય છે....