
Gadhada gopinathji temple board election result 2024 : ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. દેવ પક્ષ (Dev Paksh candidates Winner)ના તમામ 6 ઉમેદવારો તેમજ 1 ઉમેદવાર બિનહરીફ થતાં તમામ બેઠકો પર દેવપક્ષનો વિજય થયો છે. જ્યારે આચાર્ય પક્ષના તમામ ઉમેદવારની હાર થઈ છે. આચાર્ય પક્ષ( Achary Paksh ) દ્વારા હાર પાછળ મતદારયાદીમાંથી નામ કમી કરી એક તરફી ચૂંટણી યોજી 2000 મત મળ્યાનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આચાર્ય પક્ષ દ્વારા મતદાર યાદી મામલે કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. બીજીતરફ દેવ પક્ષના ચેરમેન હરિજીવન સ્વામીએ જીતની ખુશી વ્યક્ત કરી હતી.
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ ગઈકાલે તારીખ 21 એપ્રિલના રોજ કુલ 6 બેઠકો માટે 12 ઉમેદવારોને લઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ મતગણતરી ગઢડા ગોપીનાથજી ઉતારા વિભાગમાં હાથ ધરવામાં આવેલ હતી. સવારે આચાર્ય પક્ષ દ્વારા મત મથક પર પેન તેમજ કાગળ નહિ લઈ જવા બાબતે વિરોધ કરતા અને ચૂંટણી અધિકારી દ્વારા મંજૂરી આપતા સંપૂર્ણ મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 7 બેઠકો ટેમ્પલ બોર્ડમાં આવે છે જેમાં એક બેઠક બિનહરીફ થતા તમામ 6 બેઠકો દેવ પક્ષના ફાળે ગઈ હતી.
1. જનકભાઈ મોહનભાઇ પટેલ - 10773 મત મળેલ
2. બટુકભાઈ ઓધવજી પટેલ -10779 મત મળેલ
3. વિનુભાઈ ભવાનભાઈ રાખોલીયા - 10742 મત મળેલ
4. સુરેશભાઈ દામજીભાઈ ગાબાણી - 10706 મત મળેલ
1..શાસ્ત્રી હરિજીવન દાસજી - 107 મત મળ્યા
1. પોપટ ભગત - 62 મત મળ્યા
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી મામલે આજે જાહેર થયેલા પરિણામમાં તમામ બેઠકો પર દેવ પક્ષની જીત થઈ છે. દેવપક્ષ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દેવ પક્ષે કહ્યું કે, લોકોએ મંદિરના વિકાસને જોઈ મત આપ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 લોકસભા ચૂંટણી 2024 - Amit Shah News - રાજકોટ સમાચાર - રાજકોટના તાજા સમાચાર - Rajkot Taza News Samachar- Lok Sabha Polls 2024 Phase 1 Live Updates, લોકસભા ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન 2024 - Gadhada gopinathji temple board election result 2024 declared dev Paksh candidates Winner - Gadhada gopinathji temple board election result 2024 - ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ - Dev Paksh candidates Winner દેવ પક્ષ - આચાર્ય પક્ષ - Achary Paksh